રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
શહેરના લક્ષ્મીવાડીમાં દેવર્ષિ એપાર્ટમેન્ટમાં ભિક્તનગર પોલીસે કોલ સેન્ટર ઉપર દરોડો પાડી અમરેલીના સરંભડા, જામનગરના સીકકા અને રાજકોટના એક ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા શખસ સહિત ત્રણની ધરપકડ કરી રાજકોટથી આંતરરાષ્ટ્રીય કોલ કરી કોલ સેન્ટરના માધ્યમથી અમેરિકાની પ્રસિધ્ધ કંપનીના નામે અમેરિકાના નાગરિકો સાથે લોન અપાવવાની લાલચે છેતરપિંડીના કૌભાંડનો પદાર્ફાશ કર્યો છે.ભિક્તનગર પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમે લક્ષ્મીવાડી દેવર્ષિ એપાર્ટમેન્ટ, ચોથા માળે દરોડો પાડયો હતો જ્યાંથી ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર ઝડપી પાડયું હતું. આ કોલ સેન્ટર ચલાવતા સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક બ્લાકે નં.એ-402માં રહેતા અજીલ રજની ડેડાણિયા તથા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતાં અમરેલીના સરંભડા ગામના કૌશિક બાવચંદ દાફડા અને જામનગરના સીકકાના રોનક ઉર્ફે બાબા અરવિંદ સીગડિયાની ધરપકડ કરી હતી.આ ટોળકી રાજકોટમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતી હતી અને જેમાં અમેરિકાની ખ્યાતનામ સ્પિડીકેસ કંપનીના નામે આંતરરાષ્ટ્રીય કોલ કરી અમેરિકાના નાગરિકોને કંપનીના નામે લોનની લાલચ આપી છેતરપિંડી કરતાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂા.57 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા અજીલ તથા તેની સાથેના કૌશિક અને રોનકની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કોલ કરી વિદેશી નાગરિકો સાથે કરોડોની છેતરપિંડીમાં હજુ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે ગુજરાતમાં આવા અનેક કોલ સેન્ટરો ધમધમી રહ્યા છે. રાજકોટમાં ઝડપાયેલા કોલ સેન્ટર અંગે પોલીસે તેનું નેટવર્ક શોધવા ઝડપાયેલા ત્રણેય શખસોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે અને આ કોલ સેન્ટરના મુળ સુધી પહાેંચતા તપાસ શરૂ કરાઈ છે.લક્ષ્મીવાડીમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના તાર ચાઈના અને અમેરિકા સુધી જોડાયેલા હોવાનું પોલીસ માની રહી છે. આ પ્રકરણમાં પોલીસે અજીલ, કૌશિક અને રોનકની વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ ટોળકી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી અમેરિકાના નાગરિકોને સ્પિડીકેસ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી બોલીએ છીએ તેવું કહી આેનલાઈન કોન્ટેકટ કરી લોન આપવાની લાલચે ડેટા મેળવી લેતા હતા અને આેનલાઈન ચાઈનાની કરંસીમાં પૈસા જમા કરાવવાનું કહી તે ચાઈનીસ કરંસીને ભારતીય રૂપિયામાં તબદિલ કરી છેતરપિંડી કરતાં હતા. આ પ્રકરણમાં અમેરિકા ઉપરાંત ચાઈનામાં પણ કોલ સેન્ટરનું નેટવર્ક હોવાની શંકાએ પોલીસે મુળ સુધી પહાેંચવા તપાસ હાથ ધરી છે અને વિદેશ મંત્રાલયની મદદથી આ કોલ સેન્ટરના મુળ સુધી પહાેંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.પોલીસે ઝડપી પાડેલા કોલ સેન્ટરમાં ઝડપાયેલા સાધુ વાસવાણી રોડ પર રહેતા અજીલ રજની ડેડાણિયા નામનો પટેલ શખસ કે જે રાજકોટની આર.કે. યુનિવસિર્ટીમાં અગાઉ એન્જિનિયરિગનો અભ્યાસ કરતો હતો અને તે અભ્યાસ અડધો છોડી દિલ્હી ચાલ્યો ગયો હતો. છ માસ દિલ્હી રહેતો હતો જ્યાંથી તેણે કોલ સેન્ટર દ્વારા કઈ રીતે લોકોને શીશામાં ઉતારવા તે કળા શીખી લીધી હતી અને તેણે રાજકોટમાં પોતાના મિત્ર રોનક અને કૌશિક સાથે મળી કોલ સેન્ટર શરૂ કરી વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. ગેરકાયદેસર કોલ સેન્ટર મારફતે અમેરિકાના નાગરિકોને છેતરતી આ ટોળકી પ્લેસ્ટોરમાંથી મેજિક જેલ નામની પે એિપ્લકેશન ડાઉનલોડ કરી જેના આધારે આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ કોલ કરતી હતી અને પ્લેસ્ટોરમાંથી આ એિપ્લકેશન મારફતે અમેરિકન નાગરિકોના ડેટા મેળવી લેતી હતી અને અમેરિકી નાગરિકોને પ્રખ્યાત સ્પિડીકેસ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરતા હોવાનું કહી લાલચ આપી ડેટા મેળવી ક્રેડિટ સ્કોરની માહિતી આપી આેનલાઈન પૈસા જમા કરાવવાનું કહીને છેતરપિંડી કરતાં હતા જેના મુળ સુધી પહાેંચવા પોલીસે હવે તપાસ શરૂ કરી છે.

બાઈટ : એચ એલ રાઠોડ [ પોલીસ અધિકારી ]
0 Comments:
Post a Comment