મહાશિવરાત્રી નિમિતે ઉપલેટા ના તમામ શિવાલયો માાં ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા
                                         ઉપલેટા નાં શિવાલયો માં અનેક ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો :
                                         આજરોજ મહાશિવરાત્રી શિવની આરાધના કરવાનો પર્વ એટલે મહાશિવરાત્રી સામાન્ય રીતે દર માસની અંધારી તેરસ શિવરાત્રી કહેવાય છે પરંતુ મહામાસ નાં કૃષ્ણ પક્ષ તેરસ એટલે મહાશિવરાત્રી દરેક શિવાલયો માં સવારથીજ હર હર મહાદેવ તેમજ ઓમ નમ : શિવાય નાં નારા લાગેલા હતા તેમજ ભાવિક ભક્ત જનો ભાળાનાથ નાં દર્શન માટે ઘોડાપુર ઉમટયુ હતું શિવજી નાં દર્શન માટે સવારથી જ દર્શન કરવા લોકો શીવ મંદિરે જોવાં મળ્યા હતાં ઉપલેટા નાં તમામ શિવાલયો માં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ઈસરા ગામે આવેલ પાંડવો વખત નું અતિ પ્રાચીન બણેશ્ચર મંદિર માં મહાઆરતી તથા ભાંગ પ્રસાદી  નું વિતરણ કરવામાં આવ્યું તો ઉપલેટા નાં નંદી કાઠે આવેલ સોમનાથ મહાદેવ તથા કાળેશ્ચર મંદિર તથા બિલેશ્ચર મંદરી પણ દર વર્ષ ની જેમ આ વર્ષે શિવરાત્રી ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે જેમાં આરતી મહાઆરતી તથા અનેકવિધ ધાર્મીક કાર્યક્રમો સવારથી રાત સુધી કરવામાં આવશે આ મંદિર ને વિવિઘ ફૂલો અને વિવિધ રોશની થી શણગાર માં આવેલ છે લોકો દર્શન કરી ને ધન્યતા અનુભવી રહયાં છે 
બાઈડ:- વિકમસિહ સોલંકી (ભકત)



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment