રિપોર્ટર (માણાવદર) : કિરણ સૉંદરવા
આ અંગે વધુ વિગત મુજબ જૂનાગઢના કથરોટા ગામની યુવતી જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં પોતાના નાનીના ઘરે રહેવા આવી હતી. તે દરમ્યાન એજ વિસ્તારમાં રહેતા અને કેટર્સનું કામ કરતા મીનાબેન ચૌહાણ નામની યુવતી સાથે પરિચયમાં આવતા તેણીને ફરિયાદી યુવતીએ જણાવેલ કે મારે મારૂં ગુજરાન ચલાવવા માટે કોઈ કામની જરૂરિયાત હોય. જેથી મીનાબેન ચૌહાણ નામની યુવતીએ ફરિયાદીને જણાવેલ કે મારી સાથે કેટર્સનું કામ કરવું હોય તો મારી સાથે આવજો જેથી ફરિયાદી તેમની સાથે ગયેલ હતા.
ત્યારે મીનાબેને કેટર્સના માલિક ભોલાભાઈ ચુડાસમા તથા નરેશ કુંભાર સાથે મુલાકાત કરાવેલ અને ફરિયાદીને જણાવેલકે તમે કેટર્સમાં કામે આવતા જાવ.જેથી ફરિયાદી યુવતી કેટર્સના કામે જવા લાગી ત્યાર કેટર્સના માલિક દ્વારા કેટર્સમાં કામ કરતી યુવતીઓને કેટર્સના ડ્રેસ આપવામાં આવતા હતા.આથી ફરિયાદીએ તે ડ્રેસ લઈને કેટર્સમાં કામે ગયેલ હતી ત્યારે ઘરેથી સાદા કપડાં પહેરીને ગયેલ હોય અને જ્યાં કામે જવાનું હોય ત્યાં જઈને કેટર્સનો ડ્રેસ પહેરવાનો હોય તેથી કામના સ્થળ પર જઈને ફરિયાદી યુવતી કપડાં બદલી રહી હતી. તે દરમ્યાન સાથે રહેલ મીનાબેન નામની યુવતીએ ફરિયાદીની જાણ બહાર કપડાં વગરના ફોટા તેના મોબાઈલમાં પાડી લીધેલ હતા અને તે ફોટા ભોલા ચુડાસમા તથા નરેશ કુંભરને વોહટ્સએપ દ્વારા મોકલી આપેલ હતા.
જેથી ફરિયાદીના નિવસ્ત્ર ફોટા બતાવી ભોલા ચુડાસમા નામના વ્યક્તિ દ્વારા ફરિયાદી યુવતીને બતાવીને વાયરલ કરવાની ધમકી આપી જબરજસ્તીથી બળાત્કાર કરી બિભસ્ત વિડીયો કલીપ બનાવી વાયરલ કરવાની ધમકી આપી અવાર ને અવાર બળાત્કાર ગુજરેલ હતો અને આ અંગે કોઈને જણાવીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વધુ કાર્યવાહી બી ડિવજન પોલીસ કરી રહી છે.
0 Comments:
Post a Comment