રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરી છે. ગુજરાતની 26 લોકસભા સીટ માટે સીટ દિઠ ત્રણ ત્રણ નિરીક્ષકોને જવાબદારી સોંપવામા આવી છે. ત્યારે રાજકોટ લોકસભા સીટ માટે આજરોજ સેન્સ પ્રક્રિયા લેવામા આવી હતી. જેમા વિધાનસભા દિઠ તમામ આગેવાનો અને કાર્યકરોનો મત જાણવાનો પર્યત્ન કર્યો હતો. રાજકોટ લોકસભા બેઠક માટે નિરીક્ષકની જવાબદારી બાબુભાઈ જેબલિયા,નરહરી અમિન અને જયાબેન ઠક્કરને સોંપવામા આવી છે. ત્યારે મિડીયા સાથેની વાતચીતમા બાબુભાઈ જેબલિયાએ છેલ્લા કેટલાંય સમયથી વડાપ્રધાનની વાતને લઈ ચાલતી અટકળો પર અંત લાવ્યા હતા. છેલ્લા કેટલાંય સમયથી સૌરાષ્ટ્રના રાજકારણમા એક વાત ચાલી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ અને વારણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ત્યારે બાબુબાઈ જેબલિયાએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી લડશે તે વાત પાયા વિહોણી છે. તો બિજી તરફ બિજા નિરીક્ષક નરહરી અમિને જણાવ્યુ હતુ કે જો વડાપ્રધાન સૌરાષ્ટ્રની કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડે તો તેની સિધો ફાયદો સૌરાષ્ટ્રની તમામ બેઠક પર પડી શકે તેમ છે.

0 Comments:
Post a Comment