ઉપલેટા પંથકમાં ખેડૂતોના કપાસ વહેંચાણમાં ફટક દલાલની તોલમાં ગેરરીતિ.....

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર 
                                  રાજકોટના ઉપલેટા પંથકમાં ઘર બેઠાં કપાસનું વહેંચાણ કરતાં ખેડૂતોએ વહેંચાણ કરેલ કપાસના તોલમાપમાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે....સૌરાષ્ટ્રમાં કપાસનું મોટા પાયે ઉત્પાદન થતું હોય છે.ત્યારે મોટાભાગના ખેડૂતો પોતાના ઉત્પાદીત કપાસનું વહેંચાણ ઘેરબેઠા જ કરતાં હોય છે.આવા ખેડૂતોના કપાસના વહેંચાણમાં ફટક દલાદ મારફ વહેંચાણ થયેલા કપાસના તોલમાં મોટા પાયે ગોલમાલ થતી હોવાનો કિસ્સો ઉપલેટાના કોલકી ગામે સામે આવ્યો છે...
વીઓ:-ઉપલેટાના કોલકી ગામે ધર્મેશભાઈ ચનીયારા નામના ખેડૂત દ્વારા તેમના જ ગામના કપાસની દલાલી કરતા ફટક દલાદ દ્રારા કપાસનું વહેંચાણ કરવામાં આવ્યું હતું.રૂપિયા 1100/-ના 20 કિલોના ભાવે દલાલ મારફત ઉપલેટાની બંસી ટ્રેડર્સ નામની પેઢીને વહેંચાણ કરેલ કપાસના તોલમાં મોટા પાયે ગેરરીતિ ઝડપાઈ જવા પામી હતી.જેમા ૧૫ મણ કપાસ મંજુરો વધારે થતા કપાસનો તોલ કરતાં મજૂર તોલતા બનાવના સ્થળેથી રફુચક્કર થઈ જવા પામ્યાં હતાં.આ બનાવને લઈને ગામડે બેઠા ખેડૂતો દ્વારા ઘર બેઠાં જ કપાસનું વહેંચાણ કરતાં ખેડૂતોમાં રોષ વ્યાપી જવાં પામ્યો હતો. જેમને લઈને કપાસના તોલમાં ગેરરીતિ આચરતા કપાસના વેપારી સામે ભોગ બનનાર ખેડૂતે ઉપલેટા માર્કેટિંગયાર્ડના સતાધીશો અને ઉપલેટા પોલીસને લેખિત ફરિયાદ કરીને જવાબદાર દલાલ વેપારી સામે લેખિત ફરિયાદ કરતાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ ગામડાઓમાં ઘર બેઠાં કપાસનું વહેંચાણ કરતાં ખેડૂતો સાથે છેતરપીંડી કરતાં આવા વેપારીઓ તથા આવા મજુરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે....
બાઈટ:- ધર્મેશભાઈ ચનીયારા- (ભોગબનનાર ખેડૂત- કોલકી,ઉપલેટા)



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment