રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર
ઉપલેટા ખાતે દેશની સફળતા માટે દરેક નાગરીક નું યોગદાન મહત્વ પૂર્ણ હોય છે નાગરિકો નાં સપના અને આંકાક્ષા ઓની પૂર્તિ દેશની પ્રગતિ સુનિશ્રચિત કરે છે આપણા દેશ નાં ગરીબ ભાઈ તથા બહેનો નાં પરીવાર માં બીમારી આવી જાય તો તમામ પ્રયાસ અધુરા રહી જાય છે એટલે ગરીબો ને સંપૂર્ણ સશકિત કરણ માટે ભાજપ સરકારે વધું એક ઐતિહાસીક પગલું ભર્યું છે ગંભીર બીમારી સામે લડવા અને જીતવા માટે નો વિશ્રવાસ આપતો આયુષમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ નું વિતરણ આશાપુરા ગુપ રણુભા જાડેજા તથા નગરપાલિકા ના હસ્તે વોર્ડ નં 3 નાં લાભાર્થીઓ ને વિતરણ કરવામાં આવ્યું હતું આ કાયૅકમા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાઈવ વિડિયોનું અનુવાદ કરતા આશાપુરા ગુપને તથા રણુભા જાડેજાને અભીનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમ માં વિશેષ અતિથિ ઓ આમંત્રિત મહેમાનો કાર્યકર્તા ઓ અને હોદ્દેદારો તથા લાભાર્થી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાઈડ:- નિલેશભાઈ મોરી (પોરબંદર જીલ્લા પંચાયત પ્રમુખ)
0 Comments:
Post a Comment