રિપોર્ટર (કચ્છ) : બિમલ માંકડ સાથે ધનસુખ ઠક્કર
બીજા અધિક સેશન્સ જજ આર.જી. દેવધરા નો ધાક બેસાડતો આપ્યો ચૂકાદો : સાથે રૂ. ર૦ હજારનો ફટકાર્યો દંડ : મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી વેળાએ કાચી નોંધ માટે રૂ. ૧ હજારની કરી હતી માગણી ગાંધીધામ મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તત્કાલીન મહિલા કર્મચારીને લાંચ પ્રકરણમાં ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજે ચાર વર્ષની કેદ તેમજ રૂ. ર૦ હજારનો દંડ ફટકારી ધાક બેસાડતો ચૂકાદો આપ્યો હતો.
આ કેસની હકિકત મુજબ આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર રહે. લીલાશા સર્કલ પાસે, વોર્ડ ૧ર-સી, ગાંધીધામ વાળા ગાંધીધામ મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા ફરિયાદી હરજીભાઈ કરશનભાઈ વાણિયા રહે. શિણાય, તાલુકો ગાંધીધામ વાળાએ એ.સી.બી માં ફરિયાદ આપી હતી કે, તા. ૧૦-૪-૧૧ના રોજ તેમના જ ગામના સામજી હડિયા તેમના ભાઈ દેવજી હડિયાના નામની વારસાઈ નોંધ કરાવવા બાબતની અરજી સોંગધનામાની સાથે ઈ-ધરા ગાંધીધામમાં આપી રેકર્ડમાં નોંધ કરાવવા મને આપેલ જે અરજી તેણે નાયબ મામલતદારને આપતા દશ દિવસ બાદ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેનને મળી કાચી નોંધની નકલ લઈ જવા જણાવ્યું હતું. તા. ૧પ-૬-૧૧ના ફરિયાદીના કુટુંબી હીરજીભાઈ વાલજીભાઈ વાણિયા તેમજ તેમના ભાઈ પ્રેમજી વાલજી વાણિયાના નામે આવેલ જમીન પોતાના ખાતે જ ચડાવવા પ્રેમજી વાલજી વાણિયાની અરજી ચૂંટણીકાર્ડની નકલ સાથે સોંપેલ જે અરજી લઈ તા. ૧૬-૬-૧૧ના ગાંધીધામ મામલતદાર કચેરીમાં આપી હતી તે સમય નાયબ મામલતદારે પાંચ દિવસ બાદ કાચી નોંધની નકલ કોમ્પ્યુટર ઓપરેટર ડિમ્પલબેન પાસેથી લઈ જવા કહ્યુ હતું બન્ને અરજી સંદર્ભે કાચી નોંધોના ઉતારાના નકલ લેવા માટે તા. રર-૬-૧૧ના ફરિયાદી ગયેલ તે સમયે ઈ-ધરાના કોમ્પ્યુટર ઓપરેટરે એક નોંધના રૂ.પ૦૦ લેખે બે અરજીઓના રૂ.૧૦૦૦ આપવા જણાવી કાચી નોંધ લઈ જવા કહ્યું હતું આ ચર્ચા બાદ ફરિયાદીએ એ.સી.બી માં ફરિયાદ કરતા છટકું ગોઠવાયા બાદ તા. ર૩-૬-૧૧ના આરોપી ડિમ્પલબેન લાંચની રકમ લેતા આબાદ ઝડપાઈ ગયા હતા અને એસીબીની કલમ ૭,૧ર, ૧૩ (૧) (ધ), ૧૩ (ર) તળેનો ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી ત્યાર બાદ આ કેસ એડિશ્નલ સેશન્સ સમક્ષ ચાલી જતા આરોપી ડિમ્પલબેન શાંતિલાલ ઠક્કર વિરૂદ્ધ કેસ સાબિત થયેલ હોઈ એસીબીની કલમ ૭માં બે વર્ષની સજા અને રૂ. પ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા જ્યારે એસીબીની કલમ ૧ર માં બે વર્ષની સજા રૂ. પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો છ માસની કેદની સજા, કલમ ૧૩ (૧) (ધ) સાથે ૧૩ (ર) માં ચાર વર્ષની સજા રૂ. ૧૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા. આમ કુલ્લ ચાર વર્ષ કેદની સજા અને રૂ. ર૦ હજારનો દંડનો ગાંધીધામ એડિશનલ સેશન્સ જજ આર. જી. દેવધરાએ ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. સરકાર તરફે ધારાશાસ્ત્રી કુ. હિતેષીબેન પી. ગઢવી દલીલો કરી હતી.

0 Comments:
Post a Comment