જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાને શિષ્યવૃતિની રકમની ઉચાપત કરવાના ગુનામાં રાજકોટ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા 7 વર્ષની કેદ અને રૂા.17,000 દંડનો હુકમ કર્યો

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા   
                                       જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાને 26 વર્ષ પહેલા શાળા નં.10ના વિદ્યાથ}આેની રૂા.21,919ની શિષ્યવૃતિની રકમની ઉચાપત કરવાના ગુનામાં રાજકોટ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા વર્ષની કેદ અને રૂા.17,000 દંડનો હુકમ કર્યો છે. આ કેસમાં રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી જયંતીલાલ તુલસીદાસ માણેકે 1992ની સાલમાં ફરિયાદ નાેંધાવી હતી. જેમાં નગરપાલિકાની શાળા નં.10ના આચાર્ય તરીકે આચાર્ય જયંત ભાનુશંકર પંડયાએ શાળાના વિદ્યાથ}આેના નામે ખોટા રજીસ્ટરો ઉભા કરી સમાજ કલ્યાણ ખાતા તરફથી અપાતી શિષ્યવૃતિની રૂા.21,919ની રકમ વિદ્યાથ}આેને નહી ચુકવી ખોટી સહી કરી ઉચાપત કરી સરકાર સાથે છેતરપીડી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નાેંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદ પૂર્વે ન.પ્રા.શિક્ષણ સમિતિની તપાસમાં જયંત પંડયા પાસે વણચૂકવાયેલી રકમ હાથ ઉપર રાખવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસના જવાબમાં રકમની લૂંટ થયાની વાત જણાવવામાં આવી હતી અને તે બાબતે ફરિયાદ નાેંધાવી હોવાનું પણ કોર્ટમાં જણાવ્યું હતું.
દરમિયાન જયંત ભાનુશંકર પંડયા સામે આઇપીસી 406, 420, 467, 468 સહિતની કલમો હેઠળ મુકાયેલા ચાર્જશીટ મુજબનો કેસ બીજા જયુડીશ્યલ અદાલતમાં ચાલી જતાં ફરિયાદ પક્ષે થયેલી રજૂઆતોપુરાવાઆેમદદનીશ સરકારી વકીલ દર્શનાબેન પારેખની રજૂઆતોદલીલો ધ્યાને લઇને અદાલતે કલમ 409ના ગુનામાં તકસીરવાર ઠરાવી વર્ષની કેદ અને 17,000 દંડનો હુકમ કર્યો છે.
આ કામમાં સરકાર પક્ષે એપીપી દર્શનાબેન પારેખે ધારદાર રજૂઆતો કરી હતી.
    

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment