હળવદ નજીક આર આર સેલે જંગી મસમોટા વિદેશી દારૂનુ કન્ટેનર ઝડપી પાડતા ખળભળાટ મચી જવા પામ્યો

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી 
                                                           મોરબી શહેર તેમજ જીલ્લા ના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ બની ગયેલ બુટલેગરો અને દારૂના દુષણને નાથવા માટે ભુતકાળમાં રાજકોટ આર.આર.સેલની ટીમ દ્વારા મસમોટા દારૂના જથ્થાને પકડી પાડવામાં આવેલ છે.ત્યારે આજરોજ ફરીએક વખત  મોરબી જીલ્લામા આર આર સેલની ટીમ  દ્વારા જંગી મસમોટા અંગ્રેજી દારૂના જથ્થા પકડીપાડવવામા આવતા ચકચાર મચી ગયેલ  છે .મળી રહેલ માહિતી અનુસાર આજે બપોરના સમયે હળવદ હરિદર્શન હોટલ  નજીક વિદેશી દારૂનુ કન્ટેનર પસાર થતા રાજકોટ આર આર સેલની ટીમને ગંધ આવી જતાં કન્ટેનર ની તલાશી લેતાં ખીચોખીચ ભરેલા મસમોટો અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો જેમાં ઝડપાયેલા કન્ટેનરમા અંદાજે ૧૧૯૫ પેટી વિદેશી દારૂ હોવાનનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યું છે વિદેશી દારૂ ખીચોખીચ ભરેલા કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment