રિપોર્ટર ( થરાદ) : વશરામભાઇ ચૌધરી
> બનાસકાંઠા ના સરહદી વાવ,સુઇગામ વિસ્તારમાં સુરક્ષાના ભાગ રૂપે હાઇએલર્ટ જાહેર કરાયું..
> પાકિસ્તાન સાથે જમીન સરહદથી જોડાયેલ સુઇગામ,વાવ,વિસ્તારના બોર્ડર એરિયા પર અવર જવર માટે પાબંધી..
> સુરક્ષાના ભાગરૂપે નડાબેટ ખાતે ટુરિઝમ અને ઝીરો પોઇન્ટની રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ..
> કામ કરતા મજૂરોને સરહદી વિસ્તારમાંથી હટાવી દેવા તજવીજ હાથ ધરાઈ..
> સીમાદર્શન પણ બંધ કરી દેવાયું.
> સરહદી વાવ,સુઇગામ વિસ્તારમાં પોલીસ,સીમા સુરક્ષા દળ અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની.
> પાકિસ્તાનની સરહદ પરની ગતિવિધિઓ પર સેનાની બાજ નજર..
> નોટિફાઇડ એરિયા એવા વાવ,સુઇગામ તાલુકામાં પોલીસ ની કડી નજર..શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ તકેદારી હાથ ધરાઈ.


0 Comments:
Post a Comment