માળીયા મિંયાણાના કચ્છના નાના રણમા ધુડખર અભ્યારણમા મીઠાના ઉધોગપતિ

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
> માળીયા મિંયાણાના કચ્છના નાના રણમા ધુડખર અભ્યારણમા મીઠાના ઉધોગપતિ
> ઓની પેશકદમીની રજુઆતના પગલે નાયબ વન સરંક્ષક અધિકારી દોડી આવ્યા..
> માળીયા મિંયાણા અને સુરજબારી પાસેના ચેરિયાવાંઢ વિસ્તારની સ્થળ વિઝિટ કરી કાર્યવાહી કરવાની માછીમારોને ખાત્રી આપી
મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા જુના નવા હંજીયાસર અને સુરજબારી નજીક ચેરીયાવાંઢ વિસ્તારમા રાજકીય વગ ધરાવતા માથાભારે ઉધોગપતીઓ એ ધુડખર અભ્યારણની જમીનમા ગેરકાયદેસર પેશકદમી કરી મહાકાય માટીના પાળા બનાવી નાખતા દરિયાઈ પાણીની અવર-જવર બંધ કરી દેતા માછીમારોના ધંધા ઉપર ખુબજ માઠી અસર થતા અને સાગર ખેડુ તરીકે જાણીતા માછીમારોના ધંધા ઠપ્પ થય જતા ગરીબ માછીમારોમા ભારે રોષ ફેલાયો હતો ત્યારે આ મીઠાના ઉધોગપતીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા ધ્રાગધ્રાના ડી.એફ.ઓ. અને રેન્જ ફોરેસ્ટ અધિકારી સહીતનો કાફલો કચ્છના નાના રણમા સ્થળ વિઝિટ કરવા માટે દોડી આવ્યો હતો અને સુરજબારી પાસેના ચેરિયાવાંઢ વિસ્તારમા ઉધોગપતિઓ દ્વારા ગેરકાયદેસર પેશકદમી અને દરીયાઈ પાણીને રોકવા બનાવેલ મહાકાય માટીના પાળાની સ્થળ વિઝિટ કરી તેની સામે જરુરી કાર્યવાહી કરવાની માછીમારોને ખાત્રી આપી હતી
 > ફોરેસ્ટ અધિકારીની ટીમ સાથે માળીયા મિંયાણાના જુના નવા હંજીયાસરના અગ્રણી તેમજ દરિયાકાંઠા સમિતીના પ્રમુખ મોવર સાવદીનભાઈ હબીબભાઈ અને સીદીકભાઈ. કરીમભાઈ ભટી સહીતના માછીમારો સ્થળ વિઝિટમા હાજર રહયા હતા અને માછીમારોને નડતર થતા મીઠાના ઉધોગપતિઓ એ બનાવેલા ગેરકાયદેસર માટીના મહાકાય પાળા તંત્ર દ્વારા તોડી પાડવામા નહી આવે તો આગામી દિવસોમા ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ અને ગાંધીનગર ખાતે બે હજાર માછીમારો ન્યાય માટે ધામા નાખશે તેવી ચિમકી ઉચ્ચારી હતી અને માળીયા મિંયાણાના મોટા દહિસરા ગામના આર.ટી.આઈ એકટીવેટ હરેશભાઈ બાલાસરાએ પણ ઉધોગપતિઓ દ્વારા ચેરના જંગલોને અને માછીમારોને ભારે નુકશાન કરતા તત્વો સામે ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવાની અને જાહેર હિતને નુકશાન પહોચાડવા સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ બતાવી હતી
બાઈટ- એસ એસ અસોડા ડી.એફ.ઓ.ધ્રાગ્રધ્રા
બાઈટ-મોવર સાવુદીનભાઈ દરિયા કાંઠા સમિતિ પ્રમુખ માળિયા 

બાઈટ- આર.ડી.આઈ.ક્રાયકર હરેશભાઈ બાલાસરા





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment