રિપોર્ટર (કચ્છ) : ધનસુખ ઠક્કર
ગઇકાલે સાંજે સામખીયાળીમાં પુલવામામાં થયેલા હુમલાનો જે બદલો ભારતીય એર ફોર્સ દ્વારા લેવામાં આવ્યો તેની ખુશીની ઉજવણી ગામના યુવાનો દ્વારા ભવ્ય ડી.જે. રેલી તથા ફટાકડા ફોડી કરવામાં આવી હતી. ગત ચૌદ તારીખે આપણા વિર જવાનો એ માઁ ભોમની રક્ષા કાજે વ્હોરેલી શહિદિ નો બદલો માનનિય વડાપ્રધાન શ્રી મોદીસાહેબ ની દ્રઢ ઈચ્છાશકિત અને આપણી આર્મીના શૌર્ય થી શહિદી ના બાર દિવસમાંજ બદલો લઈ ને આંતકિયો અને એના પોષક નાપાક ને એની ઓકાત બતાવી દીધી છે. ત્યારે આ ખુશીને વધાવવા અહીં દરેક સમાજના આગેવાનો સાથે ગામના અલગ અલગ વિસ્તારો જેવા કે મહેસાણા નગર, જુના બસ સ્ટેશન, મોરી વાસ, પ્રજાપતિ સમાજવાડી, રામમંદિર થઈ પાછા મહેસાણા નગર સુધી જય હિન્દ તથા પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે નીકળી હતી. જેમાં ગામના જાગૃત યુવાનો રાજેશ સંઘાર, ભાવેશ સંઘાર, રોહન મારાજ, જયદિપ દવે, પંકજ પરમાર, પરેશ પરમાર, પારસ મારાજ, રાણા રબારી, નરેશ આહીર, રાજેશ આહીર તથા અન્ય ઘણાં યુવાનો જોડાયા હતા ત્યારે અબડાસા તાલુકાના નલિયા ખાતે બહોળી સંખ્યા યુવાનો રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જયના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટનગર ભુજ ખાતે વાણિયાવાડ વિસ્તારમાં વેપારીઓ તથા નાગરિકોએ સાંજે પાંચ વાગ્યે ખુબજ ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં જન મેદની ઉમટી હતી ત્યારે ભુજના ભીડ ગેઇટ, સ્ટેશન રોડ,કેમ્પ વિસ્તારમાં ફટાકડા ફોડીને ભારતે લીધેલ બદલાથી આનંદિત થઈને ઉજવણી કરવામાં આવી હતી તો અનેક જગ્યાએ પેંડા તથા મીઠાઈઓ વહેંચીને પણ ઉજવણી કરી હોવાના પણ અહેવાલો સાંપડ્યા હતા ત્યારે ભુજના ભીડ વિસ્તારમાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનનાં પી.ઓ.કેમાં આતંકી અડ્ડાઓ ૫૨ બોમ્બમારાની કાર્યવાહીની જાણ થતાંજ ભીડગેટ વિસ્તારનાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી ભીડ ગેટ આયોજક સમિતિ દ્વારા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચારો પ્રાપ્ત થતાં જ ભીડગેટ વિસ્તારમાં લોકોનાં ટોળાં ભારતીય તિરંગો હાથમાં લઇ એકઠા થયા હતા દેશનાં વીરજવાનોએ પાકિસ્તાન ઉપર કરેલ કાર્યવાહીને બિરદાવી હતી સર્જીકલ સ્ટ્રાઇક પાર્ટરને આવકારી હતી
મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, ૧ ૪ તારીખે ૪૦ જવાનોની.શહીદીનો બદલો સમયસર લેવાયો છે ભીડગેટ વિસ્તારનાં હિન્દુ-મુસ્લિમભાઇઓ, વેપારીઓ પાકિસ્તાન ઉપર થયેલ કાર્યવાહીને બિરદાવે છે બધા જ દેશનાં વીર જવાનોનાં પડખે છીએ પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, દેશનો એક એક નાગરિક જે બદલો લેવાની ઘડીની રાહ જોઇ રહ્યો હતો એ ઉજવણીનો ઘડી આવી પહોંચી છે પાકિસ્તાનને કડક કાર્યવાહી સાથે જડબાતોડ જવાબ અપાયો છે. નગરસેવક ફ્કીરમામદ કુંભાર, માલશી નામોરી તથા મહમદ લાખા, રફીક બાવા, મુસ્તાક હિંગોરજા, જાનમામદ કેવર, મોસીન હિંગોરજા, શંભુભાઇ ઠક્કર, અકીલ મેમણ, દિપેશ શાહ, મામદ મોખા, ઇરફાન લાખા, પ્રતાપ ઠક્કર, ફ્કીરમામદ સમા તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ હિન્દુસ્તાન ઝિંદાબાદ, આર્મી ઝિંદાબાદના નારાઓ લગાવ્યા હતા
કાર્યક્રમનું સંચાલન મહમદ લાખાએ જયારે આભારવિધિ રફીક બાવાએ કરી હતી વ્યવસ્થામાં ઇસ્માઇલ કુંભાર તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.

0 Comments:
Post a Comment