કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ.દાં.કૃષિ યુનિવર્સિટી, થરાદ દ્વારા વાવ તાલુકાના કોળાવા મુકામે જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ઉપર ખેડૂત-વૈજ્ઞાનિકોની ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર (થરાદ) : વસરામ ચૌધરી 
                                                        કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ.દાં.કૃષિ યુનિવર્સિટી, થરાદ દ્વારા વાવ તાલુકાના કોળાવા મુકામે જીરૂ પાકમાં ક્ષેત્ર દિવસ અને ખેડૂત- વૈજ્ઞાનિક ગોષ્ઠિનું તા.૨૬/૨/૨૦૧૯ ના રોજ આયોજન કરવામાં આવ્યું. જેમાં સ.દાં.કૃષિ યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી પ્રો.(ડૉ.) અશોક એ.પટેલ, ડૉ.કે.એ.ઠક્કર (વિસ્તરણ શિક્ષણ નિયામક), ડૉ.એમ.આર.પ્રજાપતિ (ડીનશ્રી, એગ્રીકલ્ચર કોલેજ), ડૉ.ડી.વી.જોષી (ડીનશ્રી, વેટેરનરી કોલેજ), ડૉ.બી.એન.સુથાર (ડીનશ્રી, ડેરી સાયન્સ કોલેજ), ડૉ.એસ.આર.વ્યાસ (ડીનશ્રી, બેઝિક સાયન્સ કોલેજ), ચી.પ.કૃષિ મહાવિદ્યાલયના વિવિધ વિભાગોના પ્રાધ્યાપક વડાશ્રીઓ, સ.દાં.કૃષિ યુનિવર્સિટીનાં ૩૦ જેટલા યુવા વૈજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા તેમજ વૈજ્ઞાનિકો ઉપરાંત ૧૭૦ જેટલા ખેડૂતો હાજર રહેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. વી.ટી.પટેલે શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વૈજ્ઞાનિક ડૉ.ચેતન દેસાઈ દ્વારા જીરાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ ઉપર ખેડૂતોને માહિતગાર કરેલ. કિટકશાસ્ત્ર વિભાગના વડા ડૉ. ડી.એ.ડોડીયા દ્વારા જીરૂ પાકમાં જીવાત નિયંત્રણ માટે વિસ્તારથી માહિતી આપેલ. રોગશાસ્ત્ર વિભાગના વડા ડૉ. ડી.એસ,પટેલ દ્વારા જીરામાં રોગ નિયંત્રણ માટે વિસ્તારથી માહિતી આપેલ. કૃષિ આંકડાશાસ્ત્ર વિભાગના વડા ડૉ. કે.પી.ઠાકર દ્વારા જીરામાં વેચાણ-વ્યવસ્થાપન વિશે વિસ્તારથી માહિતી આપેલ. ડૉ.કે.એ.ઠક્કર, વિસ્તરણ શિક્ષણ નિયામક દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કોળાવા ગામે રાજેશ્વર ફાર્મર પ્રોડયુસર કંપનીની સ્થાપના બાબતે ખેડૂતોની સરાહના કરી. એફ.પી.ઓ.માં ધ્યાન રાખવા જેવી બાબતોની વિસ્તારથી ચર્ચા કરેલ તેમજ ખેડૂતોને સંગઠિત રહી ખેતી કરવા માટે જણાવેલ. કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને સ.દાં.કૃષિ યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી પ્રો.(ડૉ.) અશોક એ.પટેલ દ્વારા ખેડૂતો ખેતી નિષ્ણાતોના માર્ગદર્શન પ્રમાણે ખેતી કરે, ખેતીનું વિજ્ઞાન સમજે, શીખે, અપનાવે તો ચોક્કસ ખેતી પરવડે જ વધુ  ભાર દઈને કહ્યું કે ખેડૂતો જો પોતાની બધી જરૂરિયાતો માટે ભેળા થઈને ચાલે, જેમ કે, બિયારણ, દવા, ખાતર, દાણ તેમજ ખેતીની તમામ વસ્તુઓ એક સાથે ખરીદો તો તમારા ભાવે, તમારી શરતોએ, વેપારીને આપવા ફરજ પાડી શકશો. જેથી ખેતી ખર્ચ ઘટશે, સાચો અને સારો માલ મળશે, વેચાણ પણ તમારા ભાવે કરી શકશો. માટે સંગઠીત બનો ખેતી કરો એમ અપીલ કરી. ત્યારબાદ નિદર્શન આપેલ ખેડૂતો દ્વારા પોતાના અનુભવો રજુ કરેલ અને પોતાનું જીરૂ જાપાનમાં મોકલવાની વાત જણાવેલ. અંતમાં ખેડૂતોએ પોતાના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે વૈજ્ઞાનિકોને પ્રશ્નોતરી કરેલ. જેનું સ.દાં.કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવેલ. 
કાર્યક્રમના અંતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વૈજ્ઞાનિક ડૉ.વી.કે.પટેલ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment