મોરબીમાં મુસ્લિમ દંપતિનો દિકરી પ્રત્યેનો અનોખો પ્રેમ છલકાયો જન્ણ અવતરણને વાજતે ગાજતે વધાવ્યો

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
                                                          ચાર દિકરી ઉપર પાંચમી દીકરીના જન્મ પ્રસંગે ખુશીથી કાજુ બદામ પેંડા વેચી વાજતે ગાજતે દિકરીને વધાવી બેટી બચાવો અભિયાનને સાર્થક કર્યુ

                                                           મોરબીના પંચાસર રોડ પર મફતીયાપરામાં રહેતા તેમજ ડ્રાઈવિંગનો ધંધો કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવતા ગરીબ પરિવારના મુસ્લિમ યુવાન રહીમભાઈ કરીમભાઈ વડાવલીયાના દિકરી પ્રત્યેની અનોખી લાગણી જોઈને લતાવાસીઓની આંખ ભીની થઈ ગઈ હતી તેવો બેટી બચાવોને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો હતો હાલ સમગ્ર દેશમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે મોરબીના મફતીયાપરામાં બેટી બચાવોના સંદેશને સાર્થક કરતો કિસ્સો જોવા મળ્યો હતો જેમા ચાર દિકરી બાદ પાંચમી દિકરીનો જન્મ થતા પોતાનુ જીવન સમર્પિત કરી દિકરો-દિકરી એક સમાન માની દિકરી અવતરણને ધામધુમથી વધાવી પેંડા કાજુ બદામ વેચ્યા પ્રાપ્ત વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર મફતીયાપરામાં રહેતા રહીમભાઈ વડાવલીયા ધાંચી અને તેની પત્ની ફરઝાનાબેન બન્ને પતિ-પત્નિને દીકરા કરતા દીકરીઓ વ્હાલસોય હોય અને કુદરતને પણ આ દીકરી પ્રત્યેનો આ દંપતીનો પ્રેમ ગમતો હોય પંદર વર્ષના લગ્નગાળા દરમ્યાન આ મુસ્લિમ પરિવારમાં ચાર દિકરીઓમાં સાનીયા સુનેરા સિફા અને મન્નત આમ ચાર દીકરીઓ છે ત્યારે તાજેતરમાં પાંચમી દિકરીનો જન્મ થતા ૯ કિલો કાજુ બદામ અને ૨૦ કિલો પેંડા વેચી ઘરનો ઝગમગાહાટ સાથે સણગારી કરી ફુલ વર્ષા કરી વધાવી લીધી હતી અને વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયુ હતુ જે મુસ્લિમ પરીવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને આ મુસ્લિમ દંપતીએ અગાઉ ચોથી દીકરીનો જન્મ થતા દીકરી અશકત હોવાથી પ્રાઈવેટ હોસ્પીટલમાં ગરીબ હોવા છતા દોઢ લાખ જેટલી મોટી રકમનો ખર્ચ કરી દીકરીને બચાવી ખુશી વ્યકત કરી હતી ત્યારે સરકારશ્રી દ્વારા ચાલતા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને વેગ આપવા દિકરી વ્હાલનો દરિયો કહેવતને સાર્થક કરતો કિસ્સો મોરબીના મફતીયાપરામાં સામે આવ્યો છે તેમજ સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા વાલીઓને પ્રેરણા આપે તેવો અનોખો કીસ્સો જોઈ આજુબાજુના લોકોએ વધાવી વધામણામાં જોડાઈ દિકરી ખરેખર જ સાપનો ભારો નહી પરંતુ તુલસીનો ક્યારો હોવાના દર્શન કરી ભાવુક થયા હતા જે સમાજ માટે પ્રેરણારૂપ અને સ્ત્રી ભ્રુણહત્યા કરતા લોકોને સણસણતો જવાબ આપી આવુ ન કરવા હાકલ કરી હતી ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા દીકરીને જન્મ થતા જ દુધપીતી કરી મારી નાખવામાં આવતી હતી અને હાલમાં સોનોગ્રાફીની મદદથી જન્મ થાય તે પહેલા જ દીકરીને મારી નાખવામા આવતી હોય છે તે બધા જ જાણે છે ત્યારે સરકારે બેટી બચાવો સ્ત્રી ભ્રુણહત્યા અટકાવવા કરોડોના ખર્ચ કરી અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના મુસ્લિમ ગરીબ પરિવારનો દીકરી પ્રત્યેનો અનોખો પ્રેમ જોઈને કંઈક પ્રેરણા લઈ શીખવા જેવુ છે અને મુસ્લિમ દંપતીએ પાંચમી દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ જણાતો હતો અને જણાવ્યુ હતુ કે અલ્લાહના અમો શુક્ર ગુજાર છીએ કે અમને પાંચમી દીકરી આપી અને અમે દીકરીઓનો ઉછેર પણ દીકરા સમોવડી બને તેવી રીતે કરશુ તેવુ જણાવી ઉપસ્થિત સૌની આંખો ખુશીથી ભીની થઈ મુખ પર સ્મિત રેલાવ્યુ હતુ





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment