રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
શહેરના રવિરત્ન પાર્ક પાસે પાનના ધંધાથ} બાપ્પી તરીકે આેળખાતા આધેડને છરીના 37 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારનાર તેનો જ ભાગીદાર મુિસ્લમ શખસ ફીરોઝ પોલીસના હાથે ઝડપાયા બાદ આજે તેની સરભરા કરી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. હત્યા પાછળ ઉઘરાણી કારણભૂત હોવાનું પોલીસ જણાવી રહી છે પરંતુ સત્ય હકિકત હજુ સુધી સામે આવી નથી અને બાપ્પીના મિત્રો તેમજ પોલીસને પણ હત્યા પાછળ ઉઘરાણી કારણભૂત હોવાની વાત ગળે ઉતરતી નથી.
ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે 150 ફુટ રીગરોડ પર રહેતા અને અમીન માર્ગ પર વિનસ પાન નામે દુકાન ચલાવતા હરેશ માધવજી મકવાણા ઉ.વ.53 ઉર્ફે બાપ્પીની તેના જ ભાગીદાર ફીરોઝ જીકર મોતલીયાએ છરીના 37 ઘા ઝીકી હત્યા કર્યાની ઘટનામાં પ્રાથમીક કારણ બાપ્પી અને ફીરોઝને ભાગીદારીમાં ચાલતા સ્પાની ઉઘરાણી હોવાનું બહાર આવ્યું છે.
યુનિવસિર્ટી પોલીસે ફીરોઝ મેતલીયાના એક દિવસના રીમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી પોલીસ તેમજ બાપ્પીના મિત્રોને ગળે ઉતરતું નથી. ચર્ચાતી વિગતો મુજબ બાપ્પીને અને ફીરોઝને અગાઉ પણ ઝઘડો થયો હતો. ફીરોઝે પોતાના વાળ ગોલ્ડન કલર કરાવ્યો હોય અને વિચિત્ર ટેટુ શરીર ઉપર ચીતરાવ્યા હોય જે બાબતની એક કોમેન્ટ બાપ્પીએ ફીરોઝ વિશે કરી હતી તે વખતે પણ ઝઘડો થયો હતો અને ત્યાર બાદ બાપ્પીની પુત્રી જાનવીની સગાઈ માટે ફીરોઝ પાસે રૂા.25 હજારની ઉઘરાણી કરી હતી અને બનાવના બે દિવસ પુર્વે બાપ્પીએ ફીરોઝને બે તમાચા ઝીકી દીધા હતા. બાપ્પીએ કરેલી કોમેન્ટની શરૂઆતથી જ ફીરોઝને બાપ્પી પ્રત્યે રોષ ઉભો થયો હતો અને ત્યાર બાદ બાપ્પીએ ફડાકા માર્યા હોય આ બધો ગુસ્સો બાપ્પીની હત્યા કરી ફીરોઝે કાઢી નાખવા મનમાં નકકી કરી લીધું હતું અને બાપ્પીની હત્યાનું નિમિત બન્યું હતું. હત્યારા ફીરોઝે બાપ્પીને પૈસા લેવા મળવા બોલાવી તેની સાથે જ મોટરસાઈકલ ચલાવતા રવિરત્ન પાર્ક તરફ નીકýયા હતા. રસ્તામાં કેકેવી પાસે જ બાપ્પીની હત્યા કરવા ફીરોઝે તૈયારી કરી પરંતુ પોલીસની જીપ અને લોકોની અવરજવર વધુ હોય તેણે હત્યા કરવાનું માંડી વાýયું.
બાદમાં બન્ને સ્કુટર લઈ સાથે નીકýયા ત્યારે બાપ્પીના મોટરસાઈકલને ઠોકરે ચડાવી તેને પછાડી દઈ ઝનુન પુર્વક છરીના 37 ઘા ઝીકી બાપ્પીને રહેંસી નાખ્યો. આ બનાવમાં મૃતકના ભાઈ પિયુષ દિનેશ મકવાણા ઉ.વ.36ની ફરિયાદના આધારે પોલીસે ફીરોઝ જીકર મોતલીયાની ધરપકડ કરી હતી.
આજે ફીરોઝને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું જેમાં બાપ્પી અને ફીરોઝ પ્રથમ સ્વામીનારાયણ મંદિરની સામે નકલંક ચાની દુકાને મýયા ત્યાંથી લઈ હત્યા સ્થળ સુધી ફીરોઝને લઈ જવાયો હતો. પોલીસે હત્યારા ફીરોઝની જાહેરમાં સરભરા કરતા ફીરોઝ પોલીસની સરભરાથી આેઈ માડી પોકારી ઉઠયો હતો. આ તમાશો જોવા લોકોના ટોળા પણ ઉમટી પડયા હતા.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી, યુનિવસિર્ટીના ઈન્ચાર્જ પીઆઈ આર.વાય.રાવલ, પીએસઆઈ રબારી, પીએસઆઈ સોનારા, પીએસઆઈ મહેશ્વરી તેમજ યુનિવસિર્ટી અને ક્રાઈમ બ્રાંચની ટીમે ફીરોઝની સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ફીરોઝ અને તેનો ભાઈ ઈમરાનના પાંચ સ્પા ઉપર પોલીસના દરોડા
ફીરોઝ જીકર મોતલીયા અને તેનો ભાઈ ઈમરાન જીકર મોતલીયા શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ સ્પા ચલાવે છે. આ અંગેની જાણ પોલીસને થયા બાદ ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી ફીરોઝ અને ઈમરાનના પાંચ સ્પા ઉપર પોલીસ ત્રાટકી હતી. જેમાં qક્રસ્ટલ મોલ સામે આવેલ એચડી સ્પા, સ્વામીનારાયણ મંદિર સામે રોયલ સ્પા, અમીન માર્ગ પર આવેલ લાફીગ બુધ્ધા અને યુનિવસિર્ટી રોડ પર મેટ્રાે રેસ્ટોરન્ટવાળી શેરીમાં આવેલ સ્પા ઉપર દરોડા પાડયા હતા. પોલીસ આગામી દિવસોમાં આ સ્પામાં ચાલતા ગોરખ ધંધા અંગે પણ ગુનો નાેંધે તેવી શકયતા છે.
હત્યા બાદ ફીરોઝ જામનગર પિતરાઈ ભાઈ પાસે આશરો લેવા પહાેંચ્યો’તો
શનિવારે બપોરે બાપ્પી ઉર્ફે હરેશ મકવાણાની હત્યા બાદ ફીરોઝ મોતલીયા મોટરસાઈકલ લઈ હત્યા સ્થળેથી ભાગી છૂટયા બાદ બાઈકને એક સ્થળે મુકી રીક્ષામાં માધાપર ચોકડીએ પહાેંચ્યો જયાંથી તે ઈકો કારમાં જામનગર રહેતા તેના પિતરાઈ ભાઈ પાસે આશરો લેવા ભાગી છૂટયો હતો. ઈકો કારના ચાલકે લોહીવાળા કપડા બાબતે ફીરોઝને પુછતા તેણે અકસ્માત થયાની ખોટી વાત જણાવી હતી. આ બાબતે પોલીસ ફીરોઝના પિતરાઈ ભાઈની પણ પુછપરછ કરશે.
બાઈટ : એચ.એમ.ગઢવી [ પીઆઇ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ]
0 Comments:
Post a Comment