લવ લાઇફ માટે ટાઇમ નથી: ભૂમિ પેડનેકર

અમદાવાદ:

ભૂમિ પેડનેકરે તેની પહેલી જ ફિલ્મ, સ્લીપર હિટ ‘દમ લગા કે હઇશા'થી પુરવાર કર્યું હતું કે, તેનામાં કમાલની એક્ટિંગ સ્કિલ છે. આ એક્ટ્રેસ હવે અભિષેક ચોબેની ફિલ્મ ‘સોનચિડિયા'માં જોવા મળશે. તેણે જણાવ્યું હતું કે, તેની પાસે આગામી સમયમાં એટલા ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ્સ છે કે, તેની પાસે પ્રેમ માટે સમય જ નથી. 
એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ‘હું જે પ્રકારની ફિલ્મ્સ અને એના માટે તૈયારી કરી રહી છું એના લીધે મારી પાસે લવ લાઇફ માટે સમય જ ક્યાં છે? જેમ કે, ‘સોનચિડિયા' માટે ચંબલ ગઈ તો અલંક્રિતા શ્રીવાસ્તવની ફિલ્મ ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે' માટે નોઇડા ગઈ. હું યંગ ગર્લ છું અને ડેટિંગ માટે તૈયાર છું, પરંતુ મારી પાસે ખરેખર એના માટે સમય જ નથી.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment