ઓસ્ટ્રેલિયાનો શ્રેણી વિજય


એજન્સી : બેંગલોર
                            ગ્લેન મેક્સવેલની ઝંઝાવાતી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બુધવારે રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારત સામે સાત વિકેટે વિજય નોંધાવીને બે મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતને પ્રથમ વખત ઘરઆંગણે કોઈ શ્રેણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારતે આપેલા 191 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 19.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. મેક્સવેલને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. મેક્સવેલે 55 બોલમાં સાત બાઉન્ડ્રી અને નવ સિક્સરની મદદથી 113 રન ફટકાર્યા હતા.
                                       
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment