રીપોર્ટર
મુન્ના વ્હોરા,વિરમગામ.
નગરજનો ઉત્સાહભેર ભારતમાતા પુજન કાર્યક્રમમાં જોડાયા અને ભારતમાતા પુજન કાર્યક્રમને લોકોત્સવ બનાવ્યો
- 20 થી વધુ સ્થાનો પર બે હજારથી વધુ લોકોએ ભારતમાતનું પુજન કરીને ધન્યતા અનુભવી
મુન્ના વ્હોરા,વિરમગામ.
નગરજનો ઉત્સાહભેર ભારતમાતા પુજન કાર્યક્રમમાં જોડાયા અને ભારતમાતા પુજન કાર્યક્રમને લોકોત્સવ બનાવ્યો
- 20 થી વધુ સ્થાનો પર બે હજારથી વધુ લોકોએ ભારતમાતનું પુજન કરીને ધન્યતા અનુભવી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ) વિરમગામ દ્વારા 26મી જાન્યુઆરીએ ભારતમાતા પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ નગરમાં મંગલમૂર્તિ સોસાયટી, મિલ ફાટક, શંકર મુખી ની ચાલી, લાકડી બજાર, સમસુરિયા, હાથી તલાવડી, રામદેવ વાડી, ચિરાગ હાઉસિંગ, બસ સ્ટેન્ડ, વખાર ફળી, કે બી શાહ સ્કુલ, જીઆઇડીસી સહીતના 20થી વધુ સ્થાનો પર 2000થી વધુ લોકો દ્વારા ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું અને ધન્યતા અનુભવી હતી. દેશભક્તિના ગીતો અને ભારતમાતા કી જય ના જયઘોષ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સહિત બે હજારથી વધુ નગરજનો ઉત્સાહભેર ભારતમાતા પુજન કાર્યક્રમમાં જોડાયા હતા અને ભારતમાતા પુજન કાર્યક્રમને લોકોત્સવ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ભારત માતા પૂજન કરવામાં આવ્યું હતું. વિરમગામમાં ભારતમાતા પુજન સાથે વલય દંડ સ્પર્ધા યોજાઈ હતી અને દેશભક્તિ ના ગીતો પર બાલ નૃત્ય થયા હતા. સ્વયંસેવકો ઉપરાંત સામાજિક સમરસતા સમિતિના સભ્યો, સામાજિક કાર્યકરો, યુવાનોની સક્રિયતા વિશેષ રહી હતી.
0 Comments:
Post a Comment