રીપોર્ટર - મુન્ના વ્હોરા,વિરમગામ.
મંગલમુર્તિ સોસાયટીમાં ભારતમાતા પૂજન તથા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમગામ નગરમાં વિવિધ સ્થાનો પર ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું ત્યારે વિરમગામ નગરના સામાસુરીયા વિસ્તારમાં સામુહિક ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા ભારતમાતા પુજન કરવામાં આવ્યું હતું. સામાસુરીયા વિસ્તાર ભારત માતા કી જય ના જયઘોષ થી ગુંજી ઉઠ્યો હતો અને લોકો દેશ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા.
આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મંગલમુર્તિ સોસાયટીમાં ભારતમાતા પૂજન તથા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મકુમારીના દીદીએ અતિથિરૂપે હાજરી આપી હતી. દેશભક્તિના ગીતો પર બાળકોએ નૃત્ય કર્યું હતું. જેમને સોસાયટીના સભ્યો વતી ઇનામ આપવામાં આવ્યું હતું તથા કબડ્ડી અને વલયદંડ સાથે અન્ય રમતો પણ રમ્યા હતા અને અંતમાં નાસ્તો કરી બધા છુટા પડ્યા હતા.

0 Comments:
Post a Comment