વિરમગામ સહિત રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી


રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ
 - ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીએ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું


    
વિરમગામ સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓ ર૧મીથી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી રહ્યા છે અને પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે. ર૮મીએ ફરજ પર હાજર રહેશે પરંતુ રીપોટીંગ નહી કરે, ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે તેવુ કર્મચારીઓ જણાવી રહ્યા છે. વિરમગામ તાલુકા સહિત રાજયભરના આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલનની શરૂઆત કરી છે. અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહીતના અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

       અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે સંલગ્ન કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે અમદાવાદ જીલ્લાના મપહેવ, ફિહેવ, મપહેસુ, ફિહેસુ, એલટી, ફાર્માસીસ્ટ સહીતના આરોગ્ય કર્મચારીઓએ તા.ર૧/૦૧/૧૯ થી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી છે અને તારીખઃ- રપ/૦૧/૧૯ સુધી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ તાલુકા, જીલ્લા અને રાજયકક્ષાએ રીપોટીંગ કરશે નહીં. તા. ફેબ્રુઆરીના રોજ માસ સીએલ મુકી જીલ્લા મથકે રામધુન, સફાઇ કામગીરી અને દેખાવ કાર્યક્રમો આપશે. બાદમાં તા.૧પ ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment