વિરમગામના કાંકરાવાડી ગ્રામ પંચાયત ઘર અને ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું


રીપોર્ટર,
મુન્ના વ્હોરા,વિરમગામ
                      વિરમગામના કાંકરા વાડી ગામ ખાતે નવા ગ્રામ પંચાયત ઘરનું અને ચબુતરાનું લોકાર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે ગ્રામ પંચાયત અને ચબુતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
નવા ગ્રામ પંચાયત ઘર માટે ૧૪ લાખ રૂપિયાની ગ્રાન્ટ અને ચબૂતરા માટે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી
કાંકરાવાડી  ગામના સરપંચ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં ચબૂતરો બનાવીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, કાંકરાવાડી સરપંચ મહેશભાઇ સિંધવ,જિલ્લા સદસ્ય અજમલભાઇ બારડ, નવદીપ ભાઈ ડોડીયા, કિરીટસિંહ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment