રિપોર્ટર સુનિલસિંહ અરવલ્લી :
અરવલ્લી જીલ્લામાં ક્ષત્રિય ઠાકોર સેનાનો પાયો નાખનાર અને સમાજના યુવાનોને સંગઠિત કરનાર મોડાસાના બડોદરા ગામના યુવાન અને લીંબડી (ઝાલોદ) ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ક્રાંતિસિંહ ઠાકોરનું મંગળવારે હાર્ટ એટેકથી મોત નિપ્જ્યું હતું. ક્રાંતિસિંહના મોતથી પરિવારજનો સહીત અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનામાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્થાનિક હોસ્પિટલમાં પી.એમ કરાવ્યા બાદ મૃતદેહ માદરે વતને પહોંચતા ભારે આક્રંદ છવાયો હતો. મૃતક યુવાનની અંતિમવિધિમાં ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર સહીત ધવલસિંહ ઝાલા અન્ય ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ તથા યુવાનો જોડાયા હતા.મોડાસાના ફરેડી નજીક આવેલા બડોદરા ગામના અને લીંબડી (ઝાલોદર) ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઠાકોર સમાજના નામાંકિત અને અરવલ્લી જીલ્લામાં ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોને સંગઠિત કરવાની કામગીરીમાં સતત જોતરાયેલા રહેતા ક્રાંતિસિંહ ઠાકોરને ફરજ દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપાડ્યો હતો. તેમને અસહ્ય દુઃખાવો થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જ્યાં સિવિયર એટેકથી તેમનું મોત નિપજતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને માદરે વતન લાવવામાં આવતા પરિવારજનોએ પોક મૂકી હતી. મૃતકની અંતિક્રિયામાં અલ્પેશ ઠાકોર, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહીત ક્ષત્રિય ઠાકોર સેનાના સંજય સિંહ ઠાકોર સહીત જીલ્લા, તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઠાકોર સમાજના ૫ હજાર જેટલા લોકો મૃતક યુવાનની અંતિમક્રિયામાં જોડાયા હતા.પિતાની છત્રછાયા નાની ઉંમરમાં ગુમાવનાર ક્રાંતિસિંહ સિંહનું હૃદય રોગના હુમલાથી આકસ્મિક મોત નિપજતા તેમના એકના એક પુત્રના મોતથી આધાર છીનવતા તેની માતા અને બહેને ભારે આક્રંદ કર્યો હતો.
0 Comments:
Post a Comment