ઓસ્ટ્રેલિયાની ટીમ ધીરે ધીરે ઘડાઈ રહી છે : ટીમ પેઈન

ભારત સામેની બીજી પર્થ ટેસ્ટ જીતવા છતાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં પહેલા જેવું જોશ અને જુસ્સો જોવા મળ્યા નથી. મેલબોર્નની સ્પિન ફ્રેન્ડલી પીચ પર ટેસ્ટ શરૃ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેઈને જીતનો આત્મવિશ્વાસ બતાવવાના બદલે આશ્ચર્યજનક રીતે કહ્યું કે, અમારી ટીમ હજુ બિનઅનુભવી છે અને ધીરે ધીરે ઘડાઈ રહી છે. 
પેઈને કહ્યું કે, અમે તેમના પર હાવી થઈ ગયા નથી. અમને અહેસાસ છે કે ટીમ ધીરે ધીરે તૈયાર થઈ રહી છે અને અમે ટેસ્ટ દર ટેસ્ટ વધુ બહેતર બની રહ્યા છીએ. અમારે પ્રત્યેક દિવસે દેખાવ સુધારવો પડશે અને ટેસ્ટ પર પકડ મેળવવી પડશે. જો આવનારા ચાર-પાંચ દિવસમાં અમે આ પ્રકારની પ્રગતિ ચાલુ રાખીશું તો સફળતા મેળવીશું.
ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેઈને કહ્યું કે, જ્યારે તમારી પાસે બિનઅનુભવી ટીમ હોય ત્યારે પર્થ ટેસ્ટ જેવો વિજય મેળવવો અત્યંત જરૃરી હોય છે. નંબર વન ટીમ સામેની જીતને કારણે અમારા ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે. પર્થ ટેસ્ટ પહેલા અમારા ખેલાડીઓની જે પ્રકારની માનસિકતા હતી, તેના કરતાં મેલબોર્ન ટેસ્ટ પહેલા ખેલાડીઓ વધુ બહેતર હાલતમાં છે. અમે જીતનો સ્વાદ ચાખ્યો છે અને હજુ વધુ આગળ જવા માટે તૈયારી કરી રહ્યા છીએ. 
મિચેલ માર્શને રમાડવા અંગે તેણે કહ્યું કે, અમે ઘણા બધા નિર્ણયો પીચ અને પરિસ્થિતિને આધારે લીધા હતા. અમને લાગે છે કે, ટીમમાં મિચેલ જેવા ઓલરાઉન્ડરની જરૃર છે. જે ટીમમા બેટીંગ લાઈનઅપની સાથે સાથે બોલિંગમાં પણ મદદરૃપ થઈ શકે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment