શહેરમાં કેવડાવાડીમાં રહેતા અને સોની બજારમાં સોની કામ કરતા બંગાળી કારીગરને તાંત્રીક વિધિ કરવાના બહાને સુરતના ગઠીયાએ રૂા. 12 લાખની મત્તાની ઠગાઈ કર્યાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે ગઠીયાને સુરતમાંથી દબોચી લઈ તેની પાસેથી 6.85 લાખની મત્તા કબજે કરી તપાસ કરતા ગઠીયાએ સોની બજારમાંથી વધુ 7 બંગાળી વેપારીઆે પાસેથી એકના ડબલ કરવાની લાલચથી સોનુ, પૈસા લીધાનું બહાર આવતા છેતરપીડી કરનાર તાંત્રીકનો આંકડો 1.86 કરોડે પહાેંચતા પોલીસે ભોગ બનનાર બંગાળી વેપારીઆેને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કેવડાવાડી શેરી નં.1માં રહેતા અને સોનીબજારમાં રવિરત્ન કોમ્પલેક્ષમાં સોનીકામ કરતા પ્રદીપભાઈ ઘોડાઈને ફોન પર તાંત્રીક વિધિનું કામ કરવાની લાલચ આપી સુરતના ગઠીયા સફરૂદીન ઉર્ફે બાબુ સરાજુલખાને રૂા.10.70 લાખની રોકડ અને સોનુ મળી 12 લાખની ઠગાઈ કર્યાની એ-ડીવીઝન પોલીસમાં નાેંધાવેલી ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગઢવીની સુચનાથી પીએસઆઈ કાનમીયા સહિતના સ્ટાફે મુળ પશ્ચિમ બંગાળના સફરૂદીનને સુરત પાસેથી ઝડપી લઈ તેની પાસેથી સોનાના ઢાળીયા, મોબાઈલ, રોકડ મળી કુલ રૂા.6.75 લાખની મત્તા કબજે કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં ગઠીયો સફરૂદીન તેના સાગરીતોને રાજકોટ સહિતના શહેરોમાં મોકલી વેપારીઆેને ફસાવતો હોવાનું અને તાંત્રીક વિધિના બહાને એકના ડબલ કરવાની લાલચ આપી બંગાળી વેપારીઆેને છેતરતો હોવાનું બહાર આવતા પોલીસની તપાસમાં સોની બજારના વધુ 7 વેપારીઆે ફસાયા હોવાનું અને તેઆે ઉઘરાણી કરતા હોય તેને તાંત્રીક વિધિથી બરબાદ કરી દેવાની ધમકી આપતો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરતા સુરતના તાંત્રીકે રાજકોટમાંથી 1.86 કરોડની ઠગાઈ કર્યાનું તપાસમાં બહાર આવતા પોલીસે ભોગ બનનાર વેપારીઆેને સંપર્ક સાધવા અપીલ કરી છે.

0 Comments:
Post a Comment