કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે મધ્યપ્રદેશમાં સાગર ખાતે એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે પીએમ મોદીએ લોકોને બે કરોડ નોકરીઓ અપાવવાના અને સૌના એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ જમા કરાવવાના વચનો આપ્યા હતા, જે પૂરા ન કરીને તેમણે દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘મોદીજીએ લોકોને નોકરીઓ અને કાળા નાણાં વિદેશથી પરત લાવીને બેન્ક એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ જમા કરાવવાના વચનો આપ્યા હતા પણ તે પૂરા કર્યા નહીં. આમ તેમણે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં લોકસભા ચૂંટણી સમયે પીએમ મોદીએ કાળા નાણાંનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને એ કાળા નાણાં દેશમાં પરત લાવવાનું વચન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પીએમ મોદીજી હંમેશા મારા માટે ધિક્કારની ભાષાનો ઉપયોગ કરે છે અને ગંદી ભાષા બોલે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ‘તેઓ જાણતા નથી કે સારી રીતે કેમ બોલી શકાય પણ રાહુલ ગાંધી હંમેશા પોતાની ભાષામાં સારપ જાળવી રાખે છે.’
0 Comments:
Post a Comment