બ્યુરોચીફ કચ્છ ધનસુખ ઠક્કર
ગઈ કાલે તા.21/8/2020 ના રોજ કચ્છ ભારતીય કિસાન સંઘ જિલ્લા ની રૂટિંગ બેઠક જિલ્લા કાર્યાલય મધ્યે મળી હતી જેમાં જિલ્લા કારોબારી તથા તમામ તાલુકા ના પ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ હાજર રહ્યા હતા જેમાં ખેડૂતો ને કનડતા અનેક પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તથા હોદેદારો ના સૂચનો લેવામાં આવ્યા હતા
જેમાં નર્મદાના પાણી જલ્દી થી કચ્છનાં છેવાડા ના ખેડૂતને મળે તે માટે કેવીરીતે લડત ચલાવવી તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કચ્છ જિલ્લા ને વધારાના ફાડવામાં આવેલ ૧ મિલિયન હેકટર ફૂટ પાણીની વહીવટી મંજૂરી સત્વરે આપવામાં આવે તેમજ બાકી રહેલ પેટા કેનાલો માં કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે સાથેજ નબળી કામગીરી થઇ છે ત્યાં નર્મદા નિગમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી હતી
વીજ ટાવર લાઈન ના પ્રશ્નો તથા અમુક તાલુકામાં પી.જી.વી.સી.એલ. નવા કોલ નથી નિકળતા તે પ્રશ્ને , ખેતીવાડી વીજ જોડાણમાં મીટર ટેરીફ માં ફિક્સ ચાર્જ ન હોવું જોઈએ તેમજ એચ.પી. ટેરીફ માં બિલમાં રાહત મળી પણ મીટર ટેરીફ માં કોઈ ખેડૂતને રાહત મળી નથી તે બાબતે પ્રશ્નો ઉદભવ્યા હતા .
આગામી તા.24/8/2020 ના ભાદરવા સુદ ૬ નાં શ્રી બલરામ ભગવાન ની જ્યંતી ઉજવણી દરેક ગામમાં થાય
આ બેઠકમાં જિલ્લાના પ્રમુખ શ્રી શિવજીભાઈ બરડીઆ એ જણાવ્યું હતું કે નર્મદાના પ્રશ્નો તથા બીજા કોઈ પણ ખેડૂતોને નડતા પ્રશ્નો માં સંગઠનને મજબૂત કરી ખેડૂતો ના પ્રશ્નો ના નિરાકરણ સુધી બધાજ ખેડૂતો સંગઠિત થઈને લડીસુ તેવું આશાવાદ વ્યક્ત કર્યો હતો.
0 Comments:
Post a Comment