ચીફ બ્યુરો : ધનસુખભાઇ ઠક્કર (કરછ)
ભચાઉમાં ભોજનાલયની કતારમાં ઉભા રહેલા યુવક પાસે અન્ય વ્યક્તિએ બીડીની માંગણી કરતા તેણે ના પાડતા તેના પર ખુની હુમલો કર્યાની ઘટના બનવા પામી હતી.ભચાઉ પોલીસ મથકે રામજીભાઈ દેવીપુજકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેવો તેમના નિત્યક્રમ અનુસાર પત્ની સાથે શાકભાજી વેંચવાનું કામ કર્યા બાદ મંગળવારના બપોરે નિઃશુલ્ક ભોજન મળે છે ત્યાં ઓસવાલ જૈન ભોજનશાળા ગયા હતા. જ્યાં કતાર પર ઉભા હત્યાં ત્યારે આરોપી અબ્બાસ ઓસમાણ કકલએ તેમની પાસે બીડી માંગી હતી. જે ન હોવાનું કહેતા ભેઠમાંથી કોથળા ઉપાડવામાં વપરાતો લોખંડનો હુક કાઢીને પીઠ અને ગળામાં મારતા લોહી નિકળવા લાગ્યું હતું, આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ફરિયાદીની પત્નીએ લોહી નીતરતી હાલતમાં ફરિયાદીને હોસ્પીટલ લઈ જઈને સારવાર અપાવી હતી. અહી નોંધવુ રહ્યુ કે અગાઉ પણ ગાંધીધામમાં બીડી અને ગુટકા બાબતે હત્યા સુધીના બનાવ બન્યા હોવાનું સામે આવી ચુક્યું છે.
0 Comments:
Post a Comment