માલપુરના કોંગી ધારાસભ્ય જશું પટેલ ના મળતીયાઓ એ સિંચાઈ યોજનામાં કરોડોનું કૌભાંડ આચરે તેવી શક્યતા; ધવલસિંહ ઝાલા

સરકાર દ્વારા પાણીની અછત દૂર થાય તે માટે મોટી ગ્રાન્ટો ફાળવી ને તળાવો અને ચેકડેમો ઊંડા કરવાની કામગીરી કરાવવામાં આવે છે.પરંતુ અરવલ્લી જિલ્લાના બાયડ - માલપુર વિસ્તારમાં સરકાર ના દુશ્મનો બની બેઠેલા કેટલાક નેતા ઓ અને અધિકારીઓ ની મિલીભગત થી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે ના સરકારના પ્રયત્નો ને સફળ થવા દેવામાં આવતા નથી. અને માત્ર ઉપર છલ્લુ કામકરી ને સરકાર અને ભોળી પ્રજાને છેતરવાનું કામ કેટલાક અધિકારીઓ , કોન્ટ્રાક્ટરો અને નેતાઓ કરી રહ્યા છે.ત્યારે આ સમગ્ર ઘટના માં મસમોટી ખાયકી કરતા સિંચાઈ વિભાગના કેટલાક અધિકારીઓ , નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સામે નક્કર પગલાં લેવાય તે માટે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે.પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સિંચાઈ વિભાગના કામો માટે કેટલાક નેતાઓ અધિકારીઓ ની મિલીભગત થી તેમના મળતીયા ઓ ને કામ આપવામાં આવે છે અને ઉપર છલ્લુ કામ કરી ખોટી એમ.બી બનાવી ખોટા બિલો પાસ કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે.ત્યારે આ મામલે વિજિલન્સ ને તપાસ સોંપી નક્કર કાર્યવાહી થાય એ માટે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પત્ર લખી તપાસની માંગ કરી છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment