વડોદરા SOGએ 47 લાખની કિંમતનું મેથાફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું, આરોપીઓની ધરપકડ

રિપોટર : સુભાષ મિશ્રા (વડોદરા)                                     
     વડોદરાઃ લોકડાઉનમાં  છૂટછાટ મળતા ડ્રગ્સ માફિયાઓ પણ સક્રિય થઇ ગયા છે અને જીવન જરુરિયાત ચીજવસ્તુના નામે દારુ અને  ડ્રગ્સ જેવી ખતરનાક ચીજ વસ્તુઓની હેરાફેરી કરવા લાગ્યા છે.  વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક કારમાં બે શખ્સો ડ઼્રગ્સ લઇને આવી રહ્યાં છે. જેને આધારે શનિવારે દેણા ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને  શંકાસ્પદ રીતે પસાર થઇ રહેલી એક કારને રોકીને તેમાં તપાસ કરી હતી, પણ કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ મળી ન હતી, બાદમાં સ્પેર વ્હીલ અને તેની સીટ તોડીને તપાસ કરતા તેમાંથી 470 ગ્રામ જેટલો સફેદ પાવડર મળી આવ્યો હતો. જે મેથાફેટામાઇન નામનું ડ્રગ્સ હતુ. જેને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મ્યાઉ મ્યાઉના નામથી ઓળખવામાં આવે છે.  આતંરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત અંદાજે 47 લાખ રૂપિયા જેટલી  છે. પોલીસે કારમાં જઇ રહેલા નરેન્દ્રકુમાર ઉર્ફે ચેનારામ ચૌધરી અને પંકજ ઉર્ફે નારણભાઇ માંગુકીયાની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે તેઓ રાજસ્થાનથી આ ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યાં હતા. ત્યારે આ જથ્થો કોને સપ્લાઇ કરવાનો હતો ? અને ક્યાં આપવાનો હતો ? તે અંગે સઘન તપાસ શરુ કરી છે, જે હેરોઇન, બ્રાઉન સુગર, કોકેન કરતા મોંઘું હતું. એક ગ્રામનાં 10,000ની કિંમતે  વેચાઇ છે. પોલીસે હાલ બંનેના કોરોના ટેસ્ટની કામગીરી શરુ કરી છે અને રિપોર્ટ બાદ  વધુ વિગતો જાણી શકાશે.જો કે બંને કેરીયર હોવાથી આ ડ્રગ્સ કૌભાંડના મુખ્ય આરોપીઓ કોણ છે ? તે અંગે તપાસ શરુ કરી છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment