વડોદરા કોર્પોરેશન દ્વારા ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઈ

રીપોર્ટર : સુભાષ (વડોદરા)                                                                                                                                  
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોરોના સંક્રમણથી બચવા અને સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન થાય તે માટે લોકોને કોર્પોરેશન સુધી ધક્કો ખાવો ન પડે તે માટે ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઇ છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય એટલે હોસ્પિટલમાંથી ઓનલાઈન જન્મનું રજિસ્ટ્રેશન કોર્પોરેશનમાં થઈ જાય છે, પરંતુ તેમાં બાળકનું નામ નથી લખાતું બાળકના નામ સાથે સર્ટિફિકેટ લેવા માટે અરજી કરનારે બાળકનું નામ સિલેક્ટ કરીને કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા અરજી ફોર્મેટમા આધાર કાર્ડ અને હોસ્પિટલના બાળકના નામ વિના આપેલા જન્મના દાખલા સાથે કોર્પોરેશનને ઈમેલ registrar.bdrs@vmc.gov.in અથવા વોટ્સએપ નંબર 9408735157 ઉપર મોકલી આપવાના રહેશે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment