કોરોનાને પગલે ક્રિકેટર પઠાણ બંધુઓએ ઘરમાં જ રમઝાન ઈદની ઉજવણી કરી, ઈરફાને કહ્યું: રમઝાન માસ અને ઈદ સાદાઇથી ઉજવી

રિપોટર : સુભાષ મિશ્રા (વડોદરા )  
કોરોના વાઈરસના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને વડોદરાના પઠાણ બંધુઓએ તાંદલજા સ્થિત પોતાના ઘરમાં જ રમઝાન ઈદની પરિવાર સાથે ઉજવણી કરી હતી. ક્રિકેટર ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે રમઝાન ઇદના દિવસે નમાઝ પઢીને એકબીજાને મુબારક બાદી પાઠવી હતી. ઈરફાન પઠાણે પોતાના પિતા અને ભાઈ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને ઈદ મુબારક પાઠવી હતી.   
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment