રિપોટર : સુભાષ મિશ્રા (વડોદરા ) સમા અને અકોટા વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદના આધારે પુરવઠા વિભાગે બંને વેપારીઓના પરવાના 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા પુરવઠા અધિકારી શૈલેશ ગોકલાણીએ જણાવ્યું હતું કે, સમા ખાતેની વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજ સગેવગે કરાતું હોવાની પોલીસે ફરિયાદ નોંધી હતી. જે ફરિયાદના આધારે પુરવઠા વિભાગે સમા સ્થિત વ્યાજબી ભાવની દુકાનનાં લાઇસન્સ ધારક મીનાબેન સત્યનારાયણ ખટીકનો પરવાનો ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અકોટાના સસ્તા અનાજની દુકાન ચલાવનાર અખિલેશ ગોપાલભાઈ પટેલ દ્વારા તેઓની દુકાનની જગ્યાને બદલે સરકારી આંગણવાડીમાં સરકારી અનાજનો જથ્થો ઉતાર્યો હતો. જેના આધારે પુરવઠા વિભાગે અખિલેશ પટેલનો પરવાનો 3 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment