ગંગાજળિયા પો.સ્ટે ના વિસ્તાર * માં થયેલ ચોરી નો ભેદ ગણતરી ના કલાકો મા ઉકેલી નાખી એક રીઢા ચોર ઈસમ ને ચોરી માં ગયેલ મુદામાલ તેમજ ચોરીમાં ઉપયોગ લીધેલ એક લોડીગ રીક્ષા સાથે પકડી પાડતી ગંગાજળિયા પોલીસ

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ 

ભાવનગર જીલ્લા રેન્જના અશોકુમાર યાદવ સાહેબ તાથા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી.
એમ.એસ.ઠાકર સા. તથા ગંગાજળિયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી.આર.જે.શુકલા સાહેબ ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર  મા થયેલ ચોરી નો ભેદ ઉકેલવા સખત સુચના આપેલ
જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તે દરમ્યાન પોકો રૂપદેવસિંહ રાઠોડ તથા પોકો દશરથસિંહ ગોહિલને  મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે એક ઈસમ પીળા કલર ના મોરા વાળી લોડીગ રિક્ષા  માં શકાસ્પદ મુદામાલ લઈ મોતીતળાવ  વેચવા જાય છે જે બાતમી આધારે મોતીતળાવ મોગલ માં ના મંદિર પાસે વોચ માં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી વાળી રિક્ષા નીકળતા  તેને રોકી મજકુર રિક્ષા ચાલક નું નામ પૂછતાં સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી  ઉવ 33 રહે ફુલસર ૨૫ વારીયા ભાવનગર મૂળ ગામ  મિયાણી રાજસ્થળી તા ઘારી જિલ્લા  અમરેલી વાળો હોવાનું જણાવેલ મજુકુર પાસેથી 
 (૧) બે ટ્રક ની પાટલા બેટરી જેની કી.રૂ.૨૫.૦૦૦ /- 
(૨)  એક ૭૫ ટંન કેપીસીટી નો જેક જેની કી.રૂ.૨૦૦૦/- 
(૩) એક ટેપ તથા સ્પીકર જેની કિ. રૂ ૩૫૦૦/-  
(૪) એક પાણી નો જગ જેની કિ રૂ ૫૦૦/- 
 (૫) તેમજ ગુન્હા માં વપરાયેલ લોડીગ રીક્ષા જેની કી રૂ ૫૦.૦૦૦/- ગણી કુલ   ૮૧.૦૦૦/- ના  મુદામાલ સાથે મળી આવેલ.

 મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે બંદર રોડ પર આવેલ રામાપીર ના મંદિર સામે થી થોડા દિવસ પહેલા વહેલી સવારે એક ટ્રક માંથી ઉપરોક્ત સામાન ચોરી કરેલા  હોવાની કબુલાત કરેલ છે. 

આ અંગે ગંગાજળિયા પો.સ્ટે. મા ભૂપેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા   ઉવ-૩૦ ધંધો- ટ્રાંન્સપોર્ટ રહે- ચંન્દ્રોદય પાર્ક  ભાવનગર વાળા એ આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ.....

તેમજ મજુકુર આરોપી સલીમભાઈ અજુહુસૈનભાઈ નકવી આગવ  જામનગર રીલાયન્સ કંપની માંથી ચોરી ના ગુન્હા માં  પડાણા પોલીસ સ્ટેશન માં ત્રણ વાર  પડાયેલ છે આમ મજુકુર આરોપી ચોરી કરવાની ટેવ વાળો તેમજ રીઢો ગુન્હેગાર  છે


આમ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી.આર.જે.શુકલા સા. ની સૂચના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફ ના પો.હેડ કોન્સ હિરણભાઇ બારોટ તથા કામલેશદાન ગઢવી તથા  પો.કોન્સ દશરથસિંહ ગોહિલ તથા હિરેનભાઈ મકવાણા  તથા મનદીપસિંહ ગોહિલ  તથા રૂપદેવસિંહ રાઠોડ  વગેરે એ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં  સ્ટાફે. વણશોધાયેલ ચોરી નો ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment