ચીફ બ્યુરો (કચ્છ) :- ધનસુખ ઠક્કર
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ, IGPશ્રી, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, SPશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેર કાયદેસર મિલ્કતોના કબજા કરતા તથા ધાક-ધમકીઓ આપતા ઇસમો વિરૂધ્ધ્ કડક હાથે કામ લેવાની સુચના આપતા તા.૪/૫/૧૯ ના રોજ ફરીયાદી સંજયકુમાર આત્મારામ નાવાણી, રહે. આદિપૂર વાળાને આરોપી રાજભા વાલાભા ગઢવી તથા હિતેષ વાલાભા ગઢવી એ ખંડણી વસુલવા ધાક-ધમકી આપેલ હોય જેમા બન્ને નાસતા-ફરતા હોય રાજભા ગઢવીને એલ.સી.બી. તથા ગાંધીધામ એ ડીવીજન પોલીસે ગાંધીનગર ખાતેથી દબોચી લીધેલ. તેમજ હિતેષ વાલાભા ગઢવીની ગાંધીધામથી ધરપકડ કરેલ. જેમા મજકુર બન્ને માથાભારે ઇસમોના તા.૧૦/૫/૧૯ ના બપોર સુધીના રીમાન્ડ મંજૂર થયેલ છે.
💫 આરોપી નં.૧ – રાજભા વાલાભા ગઢવી
💫 આરોપી નં.૨ – હિતેષ વાલાભા ગઢવી, રહે. બન્ને રીવેરા એલીગેન્ટ સોસાયટી, વરસામેડી, તા.અંજાર
આરોપીઓનો પુર્વ ઇતિહાસ
મજકુર બન્ને ગઢવી બંધુઓ વિરૂધ્ધ અગાઉ ગાંધીધામના મોટાગજાના બિઝનેસ વુમન તુલસી સુજાનને પૈસા માટે ધાક-ધમકી આપવાનો ગુનો દાખલ થયેલ છે તથા તુલસી સુજાનના જીમ ઉપર ગેર કાયદેસર મંડળી કરી હુમલો કરવાનો પણ ગુનો દાખલ થયેલ છે. તેમજ ઉપરોકત સંજય નાવાણી વાળા કેસના સાક્ષી નિલેશ મહાશંકર પંડયાને ધાક-ધમકી આપવાનો પણ ગુનો દાખલ થયેલ છે. તેમજ અગાઉ એ- ડિવિજન પો.સ્ટે.માં પ્રોપર્ટી પડાવવાના પણ ગુના દાખલ થયેલ છે. તેમજ અંજાર પો.સ્ટે.મા પણ ધાક-ધમકીનો એક ગુનો દાખલ થયેલ છે. તેમજ આજરોજ એક મહિલાને વોટસએપ પર અશ્લીલ મેસેજ કરવાનો ગુનો હિતેષ વાલાભા ગઢવી ઉપર દાખલ કરવામા આવેલ છે.
જાહેર જનતાને અપીલ
મજકુર બન્નેે ગઢવી ઇસમો માથાભારે પુર્વ ઇતિહાસ ધરાવે છે અને પ્રોપર્ટીઓ હડપવાના ગેર કાયદેસર ધંધામા ઉંડે સુંધી ખુંપેલા છે. ગાંધીધામ કે અન્ય કોઇપણ જગ્યા એ મજકુર બન્નેની આ નીતી-રીતીનો નિર્દોષ નાગરીકો / વેપારીઓ ભોગ બનેલા હોય તો બિલકુલ ડર રાખ્યા વગર ગાંધીધામ પોલીસનો અથવા જે-તે જગ્યાની પોલીસનો સંપર્ક કરવા જાહેર અપીલ છે. મજકુર બન્નેં વિરૂધ્ધ કડક હાથે કામ લેવામા આવશે.

0 Comments:
Post a Comment