સુરેન્દ્રનગર વિસ્તારમાં બ્રાહ્મણ યુવકનું આકસ્મિક અવસાન બાદ ઝાલાવાડ રાજપુત સમાજ અને કરણી સેના સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા કલેકટરને ઉદ્દેશીને આવેદન પત્ર પાઠવ્યું

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર 
બ્રાહ્મણ યુવક કશ્યપ રાવલના આકસ્મિક અવસાન બાદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ કલમ 302 ની બ્રાહ્મણ સમાજ દ્વારા માંગ કરવામાં આવતા પોલીસ ખાતા ઉપર દબાણ થઈ રહ્યાનું રજૂઆતમાં જણાવ્યું છે..
આ બાબતે જિલ્લા કલેકટર અને એસપી કચેરીએ રાજપૂત સમાજ અને કરણી સેના તેમજ અન્ય સમાજના લોકો રજૂઆત કરવા દોડી ગયા હતા.
અને આ બનાવમાં ન્યાયિક તપાસ કરવાની જીલ્લા પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી
તેમ છતાં સામાજિક દબાણો દ્વારા જો ખોટી કલમ લગાડવામાં આવશે તો આ અંગે રાજપૂત સમાજ લોકશાહી ઢબે રાજ્યમાં આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment