રાજકોટના મકકમ ચોકમાં આવેલ પંકાયેલી વડોદરાની પારૂલ યુનિવર્સિટી સાથે સંલ હોમીયોપેથી કોલેજના એક પ્રોફેસરે પ્રથમ વર્ષની વિધાર્થીનીની છેડછાડ કરતા મામલો ગરમાયો

રિપોર્ટર (રાજકોટ) :- ભરત ભરડવા 
રાજકોટના મકકમ ચોકમાં આવેલ પંકાયેલી વડોદરાની પારૂલ યુનિવર્સિટી સાથે સંલ હોમીયોપેથી કોલેજના એક પ્રોફેસરે પ્રથમ વર્ષની વિધાર્થીનીની છેડછાડ કરતા મામલો ગરમાયો હતો અને આ મુદ્દે આજે ચારેય વર્ષના વિધાર્થીઓએ પ્રોફેસરને ફરજ મોકુફની માંગ સાથે હોબાળો મચાવતા પોલીસ બોલાવવી પડી હતી.
રાજકોટના મકકમ ચોકમાં આવેલ હોમીયોપેથી કોલેજના ચોથા વર્ષના એચઓડી પ્રોફેસર ડો. ભાસ્કર ભટ્ટે શનિવારે લોબીમાં ઉભેલી એક છાત્રાના કમરના ભાગે સ્પર્શ કરી છેડછાડ કરી હોય જે મુદ્દે કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. આજે સવારથી ચારેય વર્ષના વિધાર્થીઓ ભેગા થઈ ગયા હતા અને ડો. ભાસ્કર ભટ્ટને ફરજ મોકુફની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કયુ હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ હોમીયોપેથી કોલેજ ખાતે દોડી ગઈ હતી.આ અંગે વિધાર્થીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય આ અંગે પ્રિન્સીપાલનો સંપર્ક કરત પ્રિન્સીપાલ ડો. હિતાર્થ મહેતાએ પ્રોફેસરનો પક્ષ તાણ્યો હતો અને આ અંગે પ્રોફેસરનો બચાવ કર્યેા હતો. આ મામલે પીડીતાએ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ તજવીજ હાથ ધરી છે.વિધાર્થીનીના માતા–પિતા પણ કોલેજે દોડી આવ્યા હતા. બીજી તરફ કોલેજના સંચાલકોએ આ અંગે પારૂલ યુનિવર્સિટીને જાણ કરતા એક કમીટી આજે સવારે ૧૧ વાગ્યે આ ઘટનાની તપાસ માટે રાજકોટ આવનાર હોય અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે. તેમજ કમીટી સાથે કોમ્પ્યુટર નિષ્ણાંતની મદદથી સમગ્ર ઘટનાના સીસીટીવી ફટેજ ઝાંખા હોય તેની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે
બાઈટ : વી.કે.ગઢવી [ પીઆઇ ભક્તિનગર પોલીસ મથક રાજકોટ ]


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment