રાજકોટમાં એક અનોખા નામનું પણ હાઉસ શરુ કરવામાં આવ્યું છે જેનું નામ “કેન્સર પાન હાઉસ” રાખવામાં આવ્યું છે.

ચીફ બ્યુરો (રાજકોટ):- ભરત ભરડવા 
તમાકુ ના સેવન થી કેન્સર જેવા ગંભીર રોગો થઇ શકે છે આ વાત લોકો જનતા હોવા છતાં પણ તમાકુના વ્યસનનો વ્યાપ દિવસેને દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે. તમાકુના વ્યાસન લોકો માં વધવા પાછળ સિગારેટ, માવા જેવા પદાર્થો સંપુર્ણ જવાબદાર છે. હાલના સમયમાં અમુક બાળકોમાં પણ તમાકુના વ્યાસન જોવા મળી રહ્યા છે. આવા સમયે રાજકોટમાં એક અનોખું પાન હાઉસ શરુ કરવામાં આવ્યું છે. આ પાન હાઉસમાં લોકોને તમાકુ વેચવાને બદલે તમાકુ છોડવાની સલાહ આપે છે અને જેના દ્વારા અત્યાર સુધી ૧૫ થી ૨૦ લોકોએ તમાકુ છોડી દીધું છે. શું છે આ પણ હાઉસમાં જોઈએ “કેન્સર પાન હાઉસ” આજ સુધી આપે પાન ની દુકાનોના અલગ અલગ નામો સાંભળ્યા હશે. પરંતુ રાજકોટમાં એક અનોખા નામનું પણ હાઉસ શરુ કરવામાં આવ્યું છે જેનું નામ “કેન્સર પાન હાઉસ” રાખવામાં આવ્યું છે. આ પણ હાઉસમાં જે લોકો સિગરેટ કે તમાકુ વાળી કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે તેને તમાકુ છોડવાની સલાહ આપવામાં આવે છે. સાથે આ પાન હાઉસમાં તમાકુની આદત વાળા લોકોને ખાસ અલગ અલગ ફ્લેવરના સાદા પાન બનાવી આપવામાં આવે છે જે તમાકુનો અહેસાસ કરાવે છે. કેન્સર પણ હાઉસના માલિક મોહિતભાઈ ના મિત્રો વર્તુળ માં તમાકુને કારણે કેન્સરના રોગો થયા હોવાના ઉદાહરણો સામે આવ્યા અને ત્યાર થી જ તેણે પોતાના પણ હાઉસ કેન્સર પણ હાઉસ શરુ કર્યું અને લોકોને પણ તમાકુનું સેવન નહિ કરવાની સલાહ આપી રહ્યા છે. હાલમાં તેના પણ હાઉસમાં સિગરેટ અને તમાકુ પણ રાખવામાં આવ્યા છે. જે લોકો સિગરેટ માંગે છે તેને સાદા પાન ખાવાની સલાહ આપી રહ્યા છે. જોકે તેની સલાહ થી ૧૫ થી ૨૦ લોકોએ તમાકુ છોડી પણ દીધું છે.  જે રીતે અનોખા પાન હાઉસમાં કોઈ તમાકુ - સોપારીવાળું પાન કે ફાકી ખાય તો તેમને જાગૃતિ અપાઈ છે કે 'આ વસ્તુ ખાવાથી તમને કેન્સર થઈ શકે છે'  આ દુકાનમાં હાડપિંજરના મુખોટા સીગરેટ પિતા હોય તેવી હોરર થીમ ઊભી કરવામાં આવી. પાન, ફાકી કે સીગરેટને લીધે થતી કેન્સર સહિતની ગંભીર બીમારી આ થીમ મારફત બતાવવામાં આવી. દુકાનમાં એક હથકળી પણ મૂકવામાં આવી. જે સૂચવે છે કે પાન, ફાકી, સીગરેટ તમને વ્યસનના બંધનમાં બાંધી દે છે. દુકાને આવતા તમામ લોકોને અમે જાગૃત કરીએ છીએ કે 'પાન, ફાકી અને સીગરેટ પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારી થાય છે અને આ વ્યસન જ તમારો જાન લેશે. જેથી આ બધુ છોડી દો' તમાકુ અને સોપારીવાળા પાન - ફાકીના બદલે ગ્રાહકોને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે. જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન જેવા અવનવી ફ્લેવરના પાન આપવામાં આવે છે. મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના મધના અલગ - અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે. આમ તો અનેક લોકો, સંસ્થાઓ લોકોને તમાકુ નીકુટેવ છોડાવવા અને ક પ્રયત્નો કરતા હોઈ છે ત્યારે રાજકોટના આ અનોખા પણ હાઉસ દ્વારા મોહિતભાઈ પોપટ પણ ૫૦૦ જેટલા લોકોને તમાકુના વ્યસનથી મુક્ત કરાવવાની ઈચ્છા ધરાવે છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ અનોખું કેન્સર પણ હાઉસ ખરેખર કેટલા લોકોને કેન્સર થી બચાવી નામ એવા ગુણ ની કહેવત ને સાચી ઠેરવી સકે છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment