ધોરાજીમાં સોની સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર (પોરબદંર) :- કૌશલ સોલંકી


ધોરાજીમાં સોની સમાજ દ્વારા પ્રાંત અધિકારીને લવજેહાદના ચુંગલમાંથી છોડાવવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમા સોની સમાજ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હાલના સમયમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા હિંદુ યુવતીઓને ખોટી રીતે રજૂઆતો કરી ઈન્ટરનેટના માધ્યમથી આભાસી ઓળખ ઊભી કરી અને પ્રેમજાળમાં ફસાવી અને ખોટા વચનો આપી તેમને હિંદુ ધર્મ પરિવર્તન કરાવીને તેમની જિંદગી બરબાદ કરવાનું કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. આ કાવતરાના ભાગરૂપે દાહોદ સોની સમાજના સભ્યશ્રી વિજયકુમાર સોની ની દીકરી શિવાની ને પોતાના ફેસબુક એકાઉન્ટથી ધોરાજીના રહીશ અલ્ફેઈઝ આસીફ દાણાવાલા પોતાની ડમી ફેસબુક એકાઉન્ટ કે જેમાં પોતે મિસ્ટર ગુજરાત - ૨૦૧૭ અને ૨૦ વી બીજા ટાઈટલના નામથી પોતાની ખોટી ઓળખ આથી અને પોતે વડોદરા શહેર સાથે વિશેષ ઘરોબો ધરાવે છે તેવું દર્શાવી સોની સમાજની દીકરીને શરીર સંબધ બાંધવાના બદઈરાદે ઉપાડી લાવેલ છે આ અંગે પોલીસમાં ઉચ્ચ રજૂઆતો કરવા છતાં નક્કર કામગીરી થઈ શકી નથી. આ અલ્ફેઈઝ દાણાવાલા ઉર્ફે અલી અગાઉ પણ અન્ય દિકરીઓની જીંદગી બગાડી ચુક્યો છે.  જેથી હવે આના પર પગલા ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ફરજ પડશે તેમ જણાવ્યું હતું. 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment