સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડ રૂપિયા ૬૯,૦૮૦/- મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ

ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ દસાડીયા
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબે આગામી લોકસભાની ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે સારૂ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે આજરોજ આર.આર. સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પોલીસ કોન્સ. એજાઝખાન પઠાણને મળેલ બાતમી આધારે સોનગઢ તાબેના ભુતીયા ગામની સીમમાં જયેશભાઇ  ઘનજીભાઇ મેંદપરા રહે.ભુતીયા વાળાની વાડીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો  
 (૧) સુરેશભાઇ દેવજીભાઇ રાઠોડ ઉ.વ.૩૫ રહે.કાચરડી ગામ, તા.લાઠી જી.અમરેલી    
(૨) રાવતભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ. ૩૧ રહે.નારણગઢ ગામ, તા.લાઠી જી. અમરેલી    
(૩) જયરાજસિંહ ધીરૂભાઇ કટારીયા ઉ.વ.૨૯ રહે. ઢસા જંકશન, રેલ્વે કોલોની તા.ગઢડા જી.બોટાદ  
(૪) દશરથસિંહ હઠીસિંહ ગોહીલ ઉ.વ.૫૨ રહે.ગામ-જલાલપુર (માંડવા)  તા.ગઢડા જી.બોટાદ  
(૫) કમલેશભાઇ જવાહરલાલ જસ્વાલ ઉ.વ.૪૮ રહે. ઢસા જંકશન, રેલ્વે કોલોની, તા.ગઢડા જી.બોટાદ
(૬) રમેશભાઇ જીણાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ રહે.ગામ-ઠોંડા તા.ઉમરાળા જી.ભાવનગર  
(૭) રાહુલભાઇ ઘેલાભાઇ સોલંકી ઉ.વ.૨૭ રહે.ગામ-જલાલપુર તા.ગઢડા જી.બોટાદ         
​​વાળાઓને રોકડ રૂપિયા રૂ|૬૯,૦૮૦/- તથા મોબાઇલ ફોન-૯ તથા મો.સા.-૩ તથા ગંજીપાના તેમજ પ્લાસ્ટીકના જુદા જુદા કલરના કોઇન નંગ-૧૮૫ મળી કુલ રૂપિયા ૧,૭૫,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે તેમજ આરોપી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચાવડા રહેવાસી-ભુતીયા ગામ, તા.શિહોર જી.ભાવનગર વાળો રેઇડ દરમ્યાન નાસી ગયેલ હોય જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. 

​​આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. બાબાભાઇ આહીર તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પૃથ્વીરાજસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. એજાજખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ તથા મીનાઝભાઇ ગોરી જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment