ભચાઉ લોહાણા મહાજનના શાનીધ્યમા દરિયાલાલ જયંતિના પાવન દિવસે રક્તદાન કેમ્પનું આયોજન

રિપોર્ટર (કચ્છ) :- ધનસુખ ઠક્કર 
રક્તદાન મહાદાન ઉત્સવો ની ઉજવણી આપણી સંસ્કૃતિ ના ભાગ સાથે આપણા પુર્વજોએ સોપેલો એવો અમર વારસો છે કે,જે આંગળીઓના ટેરવે સમયનો કાંટો રાખી ચાલતા વર્તમાન જગતમાં પણ આપણે એક બીજાને સ્નેહથી મળી આપણા આધૌ ને આરાધી શકીએ, પણ આવી આરાધના સાથે જ્યારે લોક કલ્યાણની ભાવના જોડાય ત્યારે એ ઉજવણી સાચા અર્થમાં સાર્થક બનેછે અને ભચાઉ લોહાણા મહાજન દ્વારા દર વર્ષે આવિજ રીતે શ્રી દરીયાલાલ જયંતિ (ચૈત્રી બીજ) ની ઉજવણી કરી માનવજીવન ની અમુલ્ય કુદરતી ભેટ સમા રક્ત ના દાન માટે સમાજ ને આહવાન કરી માનવતા માટે કાંઈક કરી છુટવા માટે આ પવિત્ર દિવસે પહેલ કરી રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે પણ શ્રી દરીયાલાલ જયંતિ નિમિત્તે 

શ્રી ભચાઉ લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી ભચાઉ લોહાણા મહિલા મંડળ શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ શ્રી ભચાઉ માનવ સેવા સંગઠન દ્વારા દરિયાલાલ જયંતિ (ચૈત્રીબીજ) ના પાવન પર્વ નિમિત્તે તારીખ ૬-૪-૧૯ શનિવાર ના સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી લોહાણા મહાજનવાડી ભચાઉ મધ્યે યજમાન દાતા શ્રીમતી ભગવતીબેન અંબાલાલભાઈ ચંદે પરિવાર હ.ડૉ. જીતેન્દ્રભાઈ ચંદે તથા પ્રણવભાઈ ચંદે ના આર્થિક સહયોગ થી રક્તદાન શિબિર (BLOOD DONATION CAMP) નું આયોજન કરેલ છે જેમાં લોહાણા સમાજ તેમજ અન્ય દરેક સમાજ ના લોકો પણ રક્તદાન કરી શકે છે તો આવો રક્તદાન કરીએ કોઈક નું જીવન બચાવીએ તેવી ભાવના સાથે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment