કચ્છના આધોઈ ખાતેથી કમળ ને ખીલવવા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ની સિંહ ગર્જના

રિપોર્ટર  (કચ્છ):- ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર 


સમગ્ર દેશની સાથે લોકશાહીના  પર્વની ઉત્ષાહભેર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભચાઉ તાલુકાના પૂર્વ ગૃહમંત્રી ના ગામ એવા આધોઈ ખાતેથી વિશાળ સભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણીએ વિશાળ સભા સાથે પોતીકાપણું કેળવી જણાવ્યું હતું કે હું આજે અહીં મત માંગવા નથી આવ્યો મતદારો સાથેનો જોડણ એટલે કાર્યકર્તા અને એટલેજ જે વિસ્તારમાં આદરણીય વડાપ્રધાન ખૂણે ખૂણે ફર્યા હોય, એક એક કાર્યકર્તાને મળ્યા હોય, એવા કચ્છમાં મારે મત માંગવાના હોય નહીં હું તો કચ્છના ભાઈઓ બહેનોને મળવા આવ્યો છું. આવા શબ્દોથી સભાને તાળીઓનો હક આપી ગુજરાતના આ ગણમાન્ય નેતાએ બાદમાં કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમીતભાઇ શાહ છે તેમના પછી કોણ ભાજપના પ્રમુખ હોય ? એવા પ્રશ્ન સાથે કોંગ્રેસની પરંપરાને નહેરુ થી રાહુલ સુધી વર્ણવીને કટાક્ષ કરતા જણાવ્યું હતું કે હવે રાહુલ પછી કોણ એ પ્રશ્ન સાથે મારમીક ભાષામાં જણાવ્યું કે રાહુલભાઈ પરણે અને એમના ઘરે પુત્રનો જન્મ થાય અને એ કોંગ્રેસના રાષ્ટ્ર પ્રમુખ બને એવી હું શુભકામના પાઠવું છું. તો આંતકવાદના મુદે કોંગ્રેસને આડે હાથ લેતા જીતુભાઇ એ જણાવ્યું હતું કે આતંકવાદ પેદાશ કોની, જો એ વખતે કોંગ્રેસે ધ્યાન આપ્યું હોત તો દેશની સ્થીતી આ ન થઈ હોત. નરેન્દ્રમોદી નામના સાવજે આજે જ્યારે આંતકવાદ રુપી આંતર રાષ્ટ્રીય લુખાઓને પડકાર ફેંક્યો છે ત્યારે સમગ્ર વિશ્વ આપણા આ સાવજની સાથે છે. અને કોંગ્રેસને એના પુરાવા જોવે છે ત્યારે આ ચુંટણી દેશ ભક્તિ અને દેશ વિરોધી વિચાર ધારા વચ્ચેની આ લડાઈ છે આ વખતની ચૂંટણી વિનોદભાઇ ને જીતાડવા માટે નથી, ભાજપ માટે નથી, રોડ રસ્તા માટે નથી પણ આ વખતની ચૂંટણી ભારત ને જીતાડવા માટેની આ ચુંટણી છે. 
             ફરી એક વાર રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જન્મતાની સાથેજ જેણે વિદેશમાં શ્વાસ થી શરઆત કરી હોય એવા લોકો ભારતીય સંસ્કૃતિની વાતો કરે ત્યારે એ હાસ્યા સ્પદ બની જતી હોય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાહુલ ની  સોમનાથ યાત્રા છે. આજે પણ સોમનાથ ક્યારેક જાવતો એની વીઆઈપી વીઝીટ બુક જોવાનું ચુકતા નહીં જેમાં રાહુલ ગાંધીના ધર્મ નું ખાનું હજુપણ ખાલી જોવા મડશે છતાં આવા લોકો ધર્મ અને સંસ્કૃતિ ની વાતો કરે છે તો આપણા વડાપ્રધાને કરેલા વિદેશ પ્રવાસોને જો તમે ધ્યાનથી જોયા હોય તો ગોરા લોકોને પણ વંદે માત્રમ જેશ્રીકૃષ્ણ અને સહુનો સાથ સહુનો વિકાસ બોલતા ચોક્કસ સાંભળ્યા હશે. આ છે ભારતીય સંસ્કૃતિ ની તાસીર એટલુંજ નહીં દેશની ધરોહર સમી દેશની સંસ્કૃતિ નો સમસ્ત વિશ્વમાં પરચમ લહેરાવી માનનીય વડાપ્રધાને ભારતને વિશ્વ ગુરુ બનાવવાની જે પહેલ કરી છે એ આગળ ને આગળ વધે એ માટે આ વખતની ચૂંટણીમાં મતદાન કરજો. 

            તો કચ્છના વિકાસ બાબતે જણાવ્યું હતું કે પીવાના પાણી માટે વલખાં મારતું કચ્છ, સીંચાઈના પાણી માટે વલખાં મારતું કચ્છ, રોડ રસ્તા માટે વલખાં મારતું કચ્છ, અરે કચ્છ તો સજાનો જીલ્લો ગણાતો, વીસ વર્ષ પહેલાં આ હાલત હતી કચ્છની  પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રમોદી ના સાશનમા કચ્છ સ્વર્ગ બન્યું છે. સમગ્ર દેશમાં ન હોય તેવા ધંધા ઉદ્યોગ તો ખેતી ક્ષેત્રે ફ્રુટની નીકાસ કરતું કચ્છ આજે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વિનોદભાઇ કેટલા માર્જીનથી ચુંટણી જીતશે એ કચ્છની પ્રજાએ જોવું રહ્યું, ચુંટણી દેશની છે પણ તેનો માંડવો ગુજરાતમાં છે આ માંડવાને વધાવવાની, સજાવવાની-સંવારવાની  જવાબદારી આપણા સૌની છે. મને પુરો ભરોશો છે કે કચ્છની જનતા ભાઇ વિનોદ ને પુર્ણ બહુમતી સાથે જીતાડી આપણા વડાપ્રધાન ના હાથ મજબૂત કરશે.આ કાર્યક્રમને જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઇ પટેલે શંબોધનમા વિનોદભાઇ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા ની અપીલ કરી હતી. જીલ્લા પંચાયત ના પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, માંડવી-મુંન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ-ભચાઉ વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, પ્રદેશ ભાજપ અગ્રણી અરજણભાઈ રબારી, જીલ્લા ભાજપ અગ્રણી ડો.ભાવેશ આચાર્ય, પુર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી વાઘજીભાઈ છાંગા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમીયાશંકર મારાજ, તેમજ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમ નું સંચાલન તથા આભાર વિધિ ભચાઉ ભાડાના પુર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોરે કરી હતી. તેવું ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર ની અખબારી યાદીમાં જણાવેલ.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment