અમરેલી જીલ્લા ના બગસરા શહેરમાં ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ

રિપોર્ટર (અમરેલી) :- ઈમ્તિયાઝ સૈયદ સાથે અશોક મણવર
અમરેલી જિલ્લાના બગસરામાં બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની 128 મી જન્મ જયંતીની ભારે  ઉત્સાહ થી ઉજવણી કરવામાં આવેલ હોય ત્યારે સમગ્ર ભારતના સ્વતંત્ર બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની અમરેલી જિલ્લામાં તાલુકાઓ અને ગામડે ગામડે તેમજ આગેવાનો વિવિધ સંસ્થાઓ અને દલિત સમાજ દ્વારા ભારે ઉત્સાહભેર ધામધૂમથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ દલિત સમાજ દ્વારા આ તકે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ હોય જેમાં ઠેરઠેર ઉત્સાહ જોવા મળેલ છે જેમાં શહેરના વિવિધ આગેવાનો સહિત દલિત સમાજ ભારે ઉત્સાહભેર ઉમટી પડેલા આ કાર્યક્રમમાં સ્નેહીપરમારે ડો. બાબા સાહેબ આંબેડકર વિશેની વિસ્તૃત માહિતી મળે કેવા હેતુ અન્વયે સમાજના લોકોને માહિતગાર કરવામાં આવેલ ત્યારે આ તકે સમાજ ના આગેવાન મહેશભાઈ બોરીચા તેમજ ધીરુભાઈ બોરીચા દેવજીભાઈ મણવર દિનેશભાઈ ખીમસુરીયા પઢીયાર સાહેબ તેમજ દલિત સમાજના બુદ્ધિજીવી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment