ભૂખ હડતાલ પર ઉતરેલ નગર પાલિકા ના કોર્પોરેટર અચાનક તબિયત લથડી

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
સુરેન્દ્રનગર ના જોરાવનગર વોર્ડ નંબર 11 ના વિસ્તાર માં  પ્રાથમિક સુવિધા ના મળતા  કોર્પોરેટર પ્રેમજી ભાઈ ટૂંડિયા છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાલ પર ઉતર્યા હોય આજે અચાનક તબિયત લથડતા તાત્કાલિક મેડિકલ ની ટીમને સ્થળ પર બોલાવાયેલ અને હાલ માં સારવાર આપવામાં આવેલ છે . હાલમાં એક તરફ સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૫  ડિગ્રી ને પાર છે. ત્યારે  ભુખ હડતાલ પર ઉતરેલા કોર્પોરેટરની અચાનક તબિયત લથડતા દોડધામ મચી જવા પામેલ છે
વોર્ડ નંબર 11 મા લાઈટ , ભૂગર્ભ ગટર ભષ્ટાચાર, અને પ્રાથમિક સુવિધાઓ નો અભાવ હોવા ના કારણે વોર્ડ  ના કોર્પોરેટર ભૂખ હડતાલ પર ઉતર્યા..

જ્યાં સુધી આ વિસ્તાર ને પ્રથમીક સુવિદ્યાઓ ના મળે ત્યાં સુધી વોડ  ના કોર્પોરેટર ભૂખ હડતાલ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારેલ છે .

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment