અમરેલી જીલ્લા ના બગસરા તાલુકાના સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરીતિ ઝડપાયેલા

રિપોર્ટર (અમરેલી) :- કેમેરામેન ઇમ્તિયાજ સૈયદ સાથે અશોક મણવર
બગસરા પાસેના શાપર ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ જણાતા તંત્ર દ્વારા તપાસણી કરીને કાયદેસરની કાર્યવાહી કરતા દુકાન દારોમા ફટાફટ ફેરફાર છે ત્યારે હાલ ગામે લોકો સમય ચર્ચા પુરવઠો મળે તેવા હેતુ અન્વયે બીજી દુકાનમાંથી લોકો પુરવઠો તાત્કાલિક ધોરણે આપેલ...
                   અમરેલી જીલ્લા ના બગસરા તાલુકા મા સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતી ની ફરિયાદો આવતા અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક તેમજ જિલ્લા પુરવઠા અધિકારી સતાણી ની સૂચના અને માર્ગ દર્શન હેઠળ બગસરા તાલુકાની તમામ સસ્તા આજની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવું તેમજ ઓફલાઈન માલનૂ વેચાણ કરતા સસ્તા અનાજના પરવાનેદારો ની સાથે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવેલ તેમજ આ સંદર્ભમાં બગસરા તાલુકાના સાપર ગામે જય સસ્તા અનાજની દુકાન પર ચેકિંગ કરતા ઓફલાઈન સેલિંગ વધુ જણાયેલ તેમજ આ દુકાનનો વહીવટ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ સિવાયની અન્ય વ્યક્તિ કરે છે તેવૂ પણ જણાયેલ અને વેચાણનો જે જથ્થો સ્ટોકમાં હોવો જોઈએ તેમાં પણ ગેરરીતી જણાયેલી તેમજ અન્ય ઇસમો દ્વારા જે જથ્થાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું તેમાં પણ જથ્થાની અનિયમિતતા જણાયેલ છે તેમજ વહીવટી સ્ટોક રજીસ્ટર વેચાણ રજીસ્ટર માં ઘણી બધી ક્ષતિઓ ભૂલો રહેવા પામેલી હોય અને આ દુકાને અન્ય જગ્યાએ ફેરવવાની પૂર્વ મંજૂરી લીધા વગર દુકાનનૂ સ્થળ ફેરવેલ હોય તે પણ ગુનાનો ગેરરીતિનો એક ભાગ ગણી શકાય આ બધી ગેરરીતિઓને ધ્યાનમાં લઇ પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસણી સમયેજ ધોરણસરની કાર્યવાહી કરી આ દુકાનને સીલ કરવામાં આવેલ હતી તેમજ લોકોને પારાવાર મુશ્કેલી ન પડે એટલા માટે નજીકના અન્ય દુકાનદારને બીજા જ દિવસે ચાર્જ સોંપી અને વિતરણ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવેલ છે તેવૂ નાયબ મામલતદાર ઉપાધ્યાય દ્વારા જણાવેલ ..
બાઈટ :- એચ.એલ.ઉપાધ્યાય નાયબ મામલતદાર બગસરા..


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment