રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ આપી બોગસ ડીગ્રી કૌભાંડ મામલે રાજકોટ SOG પોલીસ દ્વારા મુખ્ય આરોપી વહાબમિયા કાદરી ની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની કમિટી દ્વારા કરવામાં આવેલ તપાસમાં યુનીવર્સીટી ના હોમિયોપેથી ડીપાર્ટમેન્ટ ના ડીન સહીત ૪૩ લોકો ની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું જે તમામ સામે યુનીવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.. જેમાં પોલીસ દ્વારા જીલ્લા ભાજપ ના મહામંત્રીના ભાઈ સહીત ૩ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી..
એ ગ્રેડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી નું થોડા સમય પહેલા એક કૌભાંડ સામે આવ્યું હતુ જેમાં અન્ય યુનીવર્સીટી ની બોગસ માર્કશીટનાં આધારે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન હોમિયોપેથી કોલેજમાં પ્રવેશ આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે મામલે યુનીવર્સીટી દ્વારા તપાસ સમિતિની રચના કરી હતી જે તપાસ ને અંતે ૪૧ વિદ્યાર્થીઓ સહીત ૨ ડોક્ટર ની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું જેમાં હોમિયોપેથી ડીપાર્ટમેન્ટના ડીન અને બી.આર ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિતાભ જોશી નું નામ સામે આવ્યું હતુ સાથે જ ફરાર આરોપી ખંભાળિયાના ડોક્ટર વહાબમિયા કાદરીને પણ રાજકોટ SOG પોલીસ દ્વારા પકડી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસ માં આરોપી વહાબઈમીયા કાદરી ની પણ ડોક્ટર ની ડીગ્રી બોગસ હોવાનું સામે આવ્યું છે.. પોલીસ ના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સંલગ્ન હોમિયોપેથી કોલેજ કે જેમાં પ્રવેશ મેળવવા અન્ય યુનીવર્સીટી ની માર્કશીટ નો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપી દ્વારા અન્ય યુનીવર્સીટી ની ડુપ્લીકેટ માર્કશીટ રજુ કરી પ્રવેશ મેળવવામાં આવતો હતો.. અત્યાર સુધીમાં બોગસ માર્કશીટ આધારે ૪૩ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો જેમાં રાજકોટ ની બી.આર.ડાંગર કોલેજ માં ૩૩ વિદ્યાર્થી ,બી.જી.ગરૈયા કોલેજ માં ૭ અને અમરેલી ની વ્યાસ કોલેજ માં ૨ વિદ્યાર્થી એ પ્રવેશ મેળવ્યા નું સામે આવ્યું હતું જે તમામ ની ડીગ્રી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા રદ કરવામાં આવેલ છે. બોગસ માર્કશીટ આધારે પ્રવેશ આપી થતા કૌભાંડના પર્દાફાશ બાદ પોલીસ ફરિયાદતો કરવામાં આવી પરંતુ અહીં સવાલ એ છે કે પ્રવેશ સમયે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા કોઈ ખરાઈ કેમ કરવામાં ન આવી..? યુનીવર્સીટી માં એક બાદ એક કૌભાંડ સામે આવતા અહીં એ વાત તો સાબિત થાય છે કે યુનીવર્સીટી નું સમગ્ર તંત્ર લોલમલોલ ચાલી રહ્યું છે.. ત્યારે આ કૌભાંડ માં આરોપી પકડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે જેમાં આરોપી ની ખુદ ની ડોક્ટર ની ડીગ્રી બોગસ હોવાનું સામે આવ્યું છે.. ત્યારે હાલ પોલીસે રિમાન્ડ મેળવી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે..
બાઈટ :- એસ.આર.ટંડેલ (એસીપી - રાજકોટ)
0 Comments:
Post a Comment