મોરબીમાં વિશ્વ મહિલા દિવસ નિમિતે યંગ ઈન્ડિયા ગ્રુપની મહીલા વિંગ દ્વારા નારી શક્તિ પર સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
મોરબી ડિસ્ટ્રીકટ જજશ્રી રીઝવાનાબેન ઘોઘારી ડીવાયએસપી બન્નો જોષી પીએસઆઈ અર્ચના રાવલ સહીતના મહીલા          અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોરબીમાં વિશ્વ મહિલા દિવસ નિમિતે યંગ ઈન્ડિયા ગ્રુપની મહીલા વિંગ દ્વારા નારી શક્તિ પર સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો
મોરબી ટાઉનહોલ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યકમોની હરીફાઈમાં ૧૩ મહીલા ગ્રુપે દેશભક્તિની થીમ પર ગીત સહીતની       કૃતિઓ  રજુ કરી
                            મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા આજે વિશ્વ મહિલા દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમ સ્થળે નારી શક્તિની ઝાંખી કરાવવા માટે એક મહિલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વેશભૂષા ધારણ કરી અશ્વ સાથે આગમન કર્યા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે સાંસ્ક્રુતિક કાર્યક્રમોની હરીફાઈમાં ૧૩ મહિલા ગ્રુપોએ દેશભક્તિની થીમ ઉપર જુદાજુદા સાંસ્ક્રુતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા આજે ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિનો મહિમાગાન કરી નારી શક્તિની ગૌરવગાથા રજૂ કરીને વધુને વધુ મહિલાઓ જેતે ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત થાય તે માટે આજે વિશ્વ મહિલાદિનની પ્રેરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી અને નારી શક્તિ વિષય પર મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમોની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ જોકે એક મહિલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો હૂબહૂ ગેટઅપ ધારણ કરી અશ્વ સાથે કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા બાદ અનોખી રીતે નારી શક્તિને બિરદાવીને કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ રિઝવાના ઘોઘારી ડી.વાય.એસ.પી.બન્નો જોશી જિલ્લા રમત ગમત અધિકારી પાડાવદરા તમામ મહિલા પી.એસ.આઈ સહિતના જુદાજુદા ક્ષેત્રના મહિલા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ હાજર રહેલા તમામ મહિલા મહાનુભવોનું તેમના જે તે ક્ષેત્રેમાં યોગદાન બદલ ગોરવરૂપ સન્માન કરવામાં આવ્યું હતુ જ્યારે સાંસ્ક્રુતિક કાર્યક્રમોની હરીફાઈમાં સ્કૂલ કોલેજ વિવિધ સંસ્થાઓ સહિતના ૧૩ જેટલા મહિલા ગ્રુપે દેશભક્તિની થીમ પર ગીત સંગીત નૃત્ય તલવારબાજી સહિતના વિરાગનાંને છાજે તેવા અદભુત કાર્યક્રમો રજૂ કરીને નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો આ કાર્યક્રમમાં વિનર્સ ગ્રૂપ દ્વારા ગણેશ સ્તુતિ તાંડવ નર્તન કલાક્ષેત્ર સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નિમિત જુનિયર ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ દ્વારા કોમેડી ડ્રામા જય માતાજી ગ્રૂપ દ્વારા તલવાર રાસ પીજી પટેલ કોલેજ દ્વારા નારી તું નારાયણી ડ્રામા વિનય કરાટે એકડમીએ કરાટે દાવ નારી શક્તિ ગ્રૂપ દ્વારા ડ્રામા જ્ઞાનપથ વિદ્યાલય દ્વારા તું હી રે ડાન્સ નવયુગ બીએડ કોલેજ દ્વારા નારી શક્તિ ડ્રામા સાર્થક વિદ્યાલય દ્વારા આરંભ હે પ્રચંડી ડાન્સ મા દુર્ગા ગ્રૂપ દ્વારા આઈ ગિરી નંદની ડાન્સ ઝાંસીની રાણી ગ્રૂપ દ્વારા આભમાં ઉગેલ ડાન્સ અને તાંડવ નર્તન કલાક્ષેત્ર સંસ્થા દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો સ્પર્ધાના વિજેતામાં પ્રથમ ક્રમે તાંડવ નર્તન કલા કેન્દ્ર, બીજા ક્રમે સાર્થક વિદ્યાલય ત્રીજા ક્રમે વિકાસ વિદ્યાલય રહ્યું હતુ જ્યારે સરપ્રાઈઝ પ્રાઇઝના વિજેતા તરીકે નવયુગ વિદ્યાલય રહ્યું હતુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી ડિસ્ટ્રિક્ટ જજશ્રી ઘોઘારી સાહેબ ડીવાયએસપી બન્નો જોશી જિલ્લા રમત ગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદર મોરબી તાલુકા પીએસઆઈ એ.વી. ગોંડલીયા બી ડિવિઝન પીએસઆઇ એલ.બી.બગડા એ ડિવિઝન પીએસઆઇ વી.કે. ગોંડલીયા તેમજ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા ઉપસ્થિત રહ્યા હતા
બાઈટ - ભાવીશા સરડવા કરાટે ટીમ મોરબી
બાઈટ- તાંડવ નૃત્ય ટીમ મોરબી

બાઈટ- અભિનય નાટક નવયુગ સ્કુલ ટીમ


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment