કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે.

કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે. આમ તો ,લીલા શાકભાજીને આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે. પરંતુ કારેલાની વાત જુદી છે. એનો પ્રયોગ શાકભાજી સ્વરૂપમાં કરાય છે, પરંતુ કારેલાનું સીધુ સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે. કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા મદદ કરે છે. તો જાણો કારેલા ખાવાના ફાયદા વિશે…
1 કારેલાનો જ્યુસ રોજ પીવાથી યકૃત સમસ્યાથી છૂટકારો મળે છે.
2 કારેલાનું સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનો જથ્થો ઘટે છે.
3 કારેલાના જ્યુસમાં લીંબુ રસ મિક્સ કરી પીવાથી ચેહરાના ડાઘો, અને ખીલથી છુટકારો મળે છે.
4 કારેલામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરના પાચન તંત્રને યોગ્ય રાખે છે.
5 કારેલાના જ્યુસમાં સંચળ મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે.
6 કારેલાનું સેવન કરવાથી કેન્સર જેવા ભયંકર રોગોથી પણ છુટકારો મળે છે.
7 કારેલાનો જ્યુસ ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
8 કારેલા વજન ઓછું કરવામાં મદદ કરે છે.
9 કારેલાનું સેવન કરવાથી હૃદય રોગથી છુટકારો મળે છે અને હાર્ટ એટેકના જોખમમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
10 કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment