બટેટા ભરેલ ટ્રકે મારી પલ્ટી

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
                  સુરેન્દ્ગનગર જિલ્લાના લીંબડી તાલુકા મા ઉટડી બ્રિજ પાસે ટ્રક ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બટાકા ભરેલી ટ્રક પલ્ટી મારી હતી 
                   ત્યારે રોડ ઉપર બટેટા ની રેલમછેલ થઇ હતી અને સ્થાનિક લોકો બટેટા લેવા ઉમટી પડ્યા હતા જાણે બટેટાની લુટ થતી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું અને રોડ ઉપર ચક્કાજામ થઇ જવા પામ્યું હતું ત્યારે આ બાબતની જાણ લીંબડી પોલીસને થતાં લીંબડી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ટ્રાફિક ખુલ્લૂ કરાવી લોકોને દુર કરવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે આ ઘટનામાં સદનશીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ ન હતી


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment