ભચાઉ તાલુકા ભાજપ દ્વારા સામખીયાળી માં મુખ્ય બજાર અને ડોર ટુ ડોર સરકારી યોજનાઓ ની માહિતી અપાઈ

રિપોર્ટર (ભચાઉ ) : ઘનશ્યામ બારોટ 

                                         સરકારની અનેક વિધ પ્રજાલક્ષી કામગીરીની માહિતી આપવા માટે આજે સામખીયાળીની બજારમાં તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાથે સ્થાનિક ભાજપના અગ્રણીઓ મારો પરિવાર ભાજપ પરિવાર ના સુત્ર સાથે વહેપારીઓને કેન્દ્ર સરકારે કરેલી કામગીરી અને સરકારી યોજનાઓ ની માહિતી આપી હતી.

                                         જેને સામખીયાળી ગામના વહેપારીઓએ હર્ષભેર આવકારી હતી. ફિર એક બાર મોદી સરકાર ના નારા સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સાથે સામખીયાળી ના સ્થાનિક અગ્રણી ઓ તાલુકા પંચાયતના સભ્ય શ્રી હરીભાઇ હેઠવાડીયા, તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર, પુર્વ સરપંચ જગદીશભાઈ મારાજ, રમેશભાઈ મારાજ, અબ્દુલભાઈ રાઉમા અને ભાજપના કાર્યકરો જોડાયા હતા.

                                
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment