રિપોર્ટર (કચ્છ) : ઘનશ્યામ બારોટ સાથે ધનસુખ ઠક્કર
સદ્ માર્ગે આવેલી સંપત્તિને પુણ્ય કાર્યોમાં વાપરવાના સંસ્કારો જેની ઓળખ બની ગયા છે એવા વાગડ વિસ્તાર ના જૈન સમાજ દ્વારા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પોતાની દીલેરી બતાવી સમાજના હિત સાથે જીવદયા ક્ષેત્રે અનેક નવા આયામો રચી માનવતા ના દર્શન કરાવ્યા છે.
આવાજ એક માનવિય દ્રષ્ટિકોણ સાથે તારીખ ૧૬ અને ૧૭ માર્ચે બે દિવસના પ્રવાસે શ્રી વિલેપારલા વાગડ સોસીયલ ગ્રુપના નેજા હેઠળ પ્રમુખ શ્રી લખમશીભાઈ ખાખણ ભાઈ નંદુ ની આગેવાની માં ૭૦ ભાઈબહેનો ના ગ્રુપ દ્વારા અછત ગ્રસ્ત વાગડ વિસ્તારના જીવદયા કેન્દ્રો અને તિર્થધામોની મુલાકાત લેવા સાથે અઢાર જેટલા જીવદયા કેન્દ્રોની મુલાકાત લઈ દાન અને દર્શન સાથે આ પ્રવાસને અપાયેલું *પુણ્ય પ્રવાસ* નામને સાર્થક કર્યુ હતું.
મુંબઈ ના વિલેપારલાથી નીકળેલો આ સંઘ પ્રથમ સામખીયાળી સંદયાગીરી બાપુ આશ્રમ ની મુલાકાતથી શરૂઆત કરી હતી જે વાંઢીયા (મહાવિર - કુર્ષણ) મહાવિર જીવદયા કેન્દ્ર સામખીયાળી, ટીમ વાગડ જીવદયા કેન્દ્ર એરોમા, રાપર પાંજરાપોળ, લાકડીયા પાંજરાપોળ, આધોઈ, સુવઈ, ત્રંબો, મનફરા, સાથે માં રવેચી મંદિર, એકલધામ અને મોમાયમોરા ધામે માતાજીના અને દેવ દર્શન કરી છેલ્લે ભચાઉ ના અધ્યતન પશુ હોસ્પિટલ સાથે અનેક વિધ સગવડો ધરાવતા ભચાઉના નવ નિર્મીત શ્રી કનકસૂરિ અહિંસાધામ ની મુલાકાત લીધી હતી.
આ અભિવ્યક્તિ ગુજરાત ન્યુઝ સાથે વાત કરતા પુણ્ય પ્રવાસના આયોજક શ્રી લખમશીભાઈ એ જણાવ્યું હતું કે હાલે આ અછતની પરિસ્થિતિમાં ગ્રુપના લોકોને સાચી સ્થિતિનો ખ્યાલ આવશે તો આજે અમારા ગ્રુપના માધ્યમથી જેમ જેમ ખબર પડતી જશે એમ બીજા લોકો પણ આ અબોલા જીવો માટે આગળ આવશે અને વેકેશનમાં વતન માટે કાંઈક નવું અને અલગ કરવાની ભાવના જાગે એજ અમારો ઉદ્દેશ હોવાનું આ જીવદયા પ્રેમી અગ્રણી એ જણાવ્યું હતું.
આ પુણ્ય પ્રવાસમાં શ્રી વાગડ વિલેપારલા સોસીયલ ગ્રુપના ઉપપ્રમુખો શ્રી રવજીભાઈ ચરલા, સુરેશભાઈ પાંચાલાલ રાય, માનદ્ મંત્રીઓ શ્રી નાનજીભાઈ છતરા, અમીતભાઈ દેવરાજભાઈ ગડા, સંજયભાઈ વેલજીભાઈ ગડા, ખજાનચી શ્રી હસમુખભાઇ ફરીયા સાથે રહયા હતા, બે દિવસીય આ પ્રવાસ દરમ્યાન ખર્ચનાં દાતા વેલજીભાઈ ગાંગજીભાઈ ગડા સામખીયાળી વાળા રહયા હતા. એવુ પ્રમુખ શ્રી લખમશીભાઈ ખાખણભાઈ નંદુ એ જણાવ્યું હતુ.
તો આ ધર્મ પ્રવાસના મહેમાનોને ભચાઉ શ્રી કનકસૂરિ અહિંસા ધામ ના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ મહેતાએ આવકારી આ અહિંસા ધામની વિષેશતાઓ સાથે ખુટતી કડીઓની વિગતો આપી દાતાઓને અવગત કર્યા હતા.

0 Comments:
Post a Comment